• એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો દબદબો
  • ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો
  • રોહન બોપન્ના અને રુતુઝા ભોસલેએ અપાવ્યો ગોલ્ડ

એશિયન ગેમ્સમાં ભારતના ખાતામાં વઘુ એક ગોલ્ડ મેડલ આવ્યો છે. આ વખતે રોહન બોપન્ના અને રુતુઝા ભોસલેની જોડીએ ટેનિસ મિક્સ ડલબ્સ ઈવેન્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય જોડીએ ફાઈનલમાં તાઈપે જોડીને 2-6, 6-3, 10-4થી હરાવી છે. ભારતીય જોડીએ ફાઈનલ મેચમાં પ્રથમ સેટ ગુમાવ્યો હતો. જો કે, પછી બીજા સેટમાં રોહન બોપન્ના અને રુતુઝા ભોસલેએ શાનદાર વાપસી કરી હતી અને અંતમાં સુપર ટાઈ બ્રેકમાં મેચ જીતી હતી

પ્રથમ સેટમાં થઈ હતી હાર

રોહન બોપન્ના અને રુતુઝા ભોસલેની ભારતીય જોડીને પ્રથમ સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે તાઈપેની જોડીએ 6-2થી હરાવી હતી. જે બાદ બીજા સેટમાં ભારતીય જોડીએ શાનદાર વાપસી કરી હતી. આ બંને વચ્ચે થયેલી મેચ સુપર ટાઈ બ્રેકમાં પહોંચી હતી. જેમાં રોહન બોપન્ના અને રુતુઝા ભોસલેએ 10-4નો શાનદાર સ્કોર કરીને ટેનિસ મિક્સ ડબલ્સ ઈવેન્ટમાં ઈતિહાસ રચ્યો છે. સાથે ભારતે એશિયન ગેમ્સમાં વધુ એક ગોલ્ડ મેળવ્યો છે.

એશિયન ગેમ્સનો 9મો ગોલ્ડ મેડલ

આ એશિયન ગેમ્સમાં ભારતનો 9મો ગોલ્ડ મેડલ છે. આ ગોલ્ડ મેડલ સાથે ભારતના ઓવરઓલ મેડલ્સની સંખ્યા વધીને 35 થઈ છે. જેમાં 13 સિલ્વર અને 13 બ્રોન્ઝ પણ સામેલ છે. આ 7માં દિવસનો ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ છે. એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ભારત તરફથી શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે.

શૂટિંગમાં 7માં દિવસે આવ્યો હતો પ્રથમ મેડલ

ભારતને 7માં દિવસે પ્રથમ મેડલ શૂટિંગમાં મળ્યો હતો. અત્યાર સુધી એશિયન ગેમ્સમાં ભારત તરફથી શૂટિંગમાં કમાલનું પ્રદર્શન જોવા મળ્યું છે. સાથે દિવસના પ્રથમ મેડલની વાત કરવામાં આવે તો, સરબજોત સિંહ અને દિવ્યાની જોડીએ 10 મીટર એર પિસ્તલના મિસ્ક્ડ ટીમ ઈવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. સાથે ઈવેન્ટનો ગોલ્ડ મેડલ મેજબાન ચીનની જોડીએ પોતાના નામે કર્યો હતો.

  • Follow us on: