પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ પ્રવાસની શરૂઆત પણ વનડે સિરીઝથી થઈ છે. પરંતુ આ દરમિયાન પાકિસ્તાન ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાન પર એક મોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.


મોહમ્મદ રિઝવાનના હાથને લઈને આ ચર્ચા શરુ થઈ છે. મેલબોર્ન વનડેની શરૂઆત પહેલા સામે આવેલી એક તસવીરને કારણે આવું બન્યું છે. મોહમ્મદ રિઝવાને તે તસવીરમાં ક્યાં હાથ મૂક્યો છે તે લઈને ચર્ચા શરુ થઈ છે અને, આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર તેમના વિશે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. તેના પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

રિઝવાને તસવીરમાં કમિન્સ સાથે શું કર્યું?

સવાલ એ છે કે મેલબોર્ન વનડે પહેલા જે તસવીર સામે આવી છે તેમાં શું છે? આ તસવીર પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટનની છે, જે બંનેએ ટ્રોફી સાથે લીધી છે. કોઈપણ દ્વિપક્ષીય સિરીઝ પહેલા આવું થવું એક પરંપરા જેવું છે. પરંતુ, પેટ કમિન્સ અને મોહમ્મદ રિઝવાનની તસવીરમાં કંઈક એવું દેખાતું હતું, જે ચર્ચાનું કારણ બન્યું હતું.

 

ટ્રોફી સાથે બંને ટીમોના કેપ્ટનની તસવીરમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાનને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સના હાથ પર હાથ રાખતા જોઈ શકાય છે. સામાન્ય રીતે એવું થાય છે કે બંને ટીમના કેપ્ટન અલગ-અલગ હાથ પકડે છે. પરંતુ અહીં રિઝવાને કમિન્સના હાથ પર હાથ રાખ્યો છે. પાકિસ્તાની કેપ્ટનના હાથ પરની આ જગ્યા સોશિયલ મીડિયા દ્વારા તેના પર લાગેલા આરોપોનું કારણ બની ગઈ છે.


રિઝવાન પર લાગ્યો ગંભીર આરોપ

આ તસવીર સામે આવ્યા બાદ રિઝવાન પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે તેનો પેટ કમિન્સનું ધર્માંતરણ કરવાનો કોઈ ઈરાદો છે. આ અટકળો કેટલાક ફેન્સ લગાવી રહ્યા છે. તસવીરમાં કમિન્સના હાથ પર હાથ રાખવા પાછળનું સાચું કારણ માત્ર મોહમ્મદ રિઝવાન જ કહી શકે છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસે પાકિસ્તાનની ટીમ

મેલબોર્ન વનડેની વાત કરીએ તો પાકિસ્તાનની શરૂઆત સારી રહી ન હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને પાકિસ્તાનની પ્રથમ બે વિકેટ માત્ર 24 રનમાં ગુમાવી દીધી. આ પછી બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન વચ્ચે ભાગીદારી બનતી દેખાઈ રહી હતી. પરંતું બાબર આઝમ 37 રન બનાવીને આઉટ થયો હતો.


  • Follow us on: