- ઓસ્ટ્રેલિયાએ ODI વર્લ્ડ કપ 2023 માટે જર્સી બહાર પાડી
- જર્સી ઓસ્ટ્રેલિયાના પરંપરાગત પીળા રંગમાં રાખવામાં આવી છે
- થોડા સમય પહેલા ભારતે પણ વર્લ્ડકપ માટે જર્સી બહાર પાડી હતી
ઑસ્ટ્રેલિયા દ્વારા ભારતમાં રમાનારા ODI વર્લ્ડ કપ 2023 માટે જર્સી બહાર પાડવામાં આવી છે. ODI વર્લ્ડ કપ નજીક આવતો જોઈને ઓસ્ટ્રેલિયા દ્વારા જર્સી બહાર પાડવામાં આવી હતી. તાજેતરમાં જ ભારત દ્વારા વર્લ્ડ કપની જર્સી પણ બહાર પાડવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ પહેલા ભારત સામે ત્રણ મેચની વનડે સીરિઝ રમવાની છે.
જર્સીની વાત કરીએ તો તેને ઓસ્ટ્રેલિયાના પરંપરાગત પીળા રંગમાં રાખવામાં આવી છે. ઉપર જમણી તરફ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ઈન્ડિયા લખેલું છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા ક્રિકેટનો લોગો છે. મધ્યમાં મોટા અક્ષરોમાં ઓસ્ટ્રેલિયા લખેલું છે. આ સિવાય ડાબી સ્લીવ પર સ્પોન્સરનું નામ લખેલું છે. બાકીની જર્સી સાદી રાખવામાં આવી છે. બાજુમાં આંટી ફિયોના ક્લાર્ક દ્વારા ડિઝાઇન કરાયેલફર્સ્ટ નેશન્સ આર્ટવર્ક છે.













