- ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ ભારતના પ્રવાસે આવશે
- ટીમમાં ભારતીય મૂળના વિશ્વ રામકુમારનો સમાવેશ
- ત્રણ મેચની વનડે સિરીઝ અને બે ટેસ્ટ મેચ રમાશે
ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ ટૂંક સમયમાં ભારતના પ્રવાસે આવી રહી છે. હવે આ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમમાં ભારતીય મૂળના વિશ્વ રામકુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે હવે માત્ર ભારતીય ટીમ સામે જ રમતા જોવા મળશે.
જેમની ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તે વિશ્વા રામકુમાર હવે રામકુમાર હરજસ અને હરકીરત બાજવાના વારસાને આગળ વધારતા જોવા મળશે. આ બંનેએ ફેબ્રુઆરી 2024માં ICC મેન્સ અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝ
હવે અંડર-19 ઓસ્ટ્રેલિયાની 16 ખેલાડીઓની ટીમ ભારતના પ્રવાસ માટે તૈયાર છે. આ પ્રવાસ સપ્ટેમ્બરમાં શરૂ થવા જઈ રહ્યો છે. જે અંગે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી છે. અખબારી યાદી અનુસાર, આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ અને બે ટેસ્ટ મેચ રમાશે. ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ આ પ્રવાસ સાથે નવા વર્લ્ડ કપ ચક્રની શરૂઆત કરવાની છે. અંડર-19 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતીય ટીમને 79 રનથી હરાવ્યું હતું. જે બાદ ઓસ્ટ્રેલિયન ટીમ આ જ આત્મવિશ્વાસ સાથે આ સિરીઝમાં પ્રવેશવા જઈ રહી છે.
ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ
થોમસ બ્રાઉન, સાઈમન બજ, જૈક કોર્ટન, રિલે કિંગલેસ, એલેક્સ લી-યંગ, સ્ટીવન હોગન, લિંકન હોબ્સ, હેરી હોકસ્ટ્રા, ક્રિશ્ચિયન હોવ, એડન ઓ'કોનર, ઓલી પેટરસન, ઓલી પીક, વિશ્વ રામકુમાર, લાચલન, હેડન શિલર, એડિસન શેરિફ.