• ઓસ્ટ્રિયા અને રોમાનિયા મેચમાં ખૂબ જ રોમાંચક રહી

  • એક ઓવરમાં બનાવ્યા 41 રન
  • હારેલી મેચ જીતવામાં સફળ રહી ઓસ્ટ્રિયાની ટીમ

ટીમને જીતવા માટે છેલ્લી બે ઓવરમાં 61 રનની જરૂર હોય છે અને તે છેલ્લા એક બોલ પહેલા મેચ જીતી જાય છે. યુરોપિયન ક્રિકેટ ઈન્ટરનેશનલ ટી10માં 14 જુલાઈના રોજ ઓસ્ટ્રિયા અને રોમાનિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં જે પણ જોવા મળ્યું તે ઈતિહાસના પાનામાં નોંધવામાં આવશે. બુકારેસ્ટમાં રમાયેલી મેચમાં રોમાનિયાએ 10 ઓવરમાં બે વિકેટે 167 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રિયાએ 8 ઓવરમાં 107 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

9મી ઓવરમાં 41 રન આવ્યા

કેપ્ટન આકીબ ઈકબાલ 9 બોલમાં 22 રન અને ઈમરાન આસિફ 9 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો હતો. આ રીતે ઓસ્ટ્રિયાને જીતવા માટે છેલ્લી બે ઓવરમાં 61 રન કરવાના હતા. આ પછી જે બન્યું તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. મનમીત કોલી બોલિંગ કરવા આવ્યો અને તેને એટલા વધારાના રન આપ્યા કે 9મી ઓવરમાં કુલ 41 રન આપ્યા.

આ રીતે બનાવ્યા રન

9મી ઓવર કોલી કુલ 10 બોલમાં પૂરી કરવામાં સફળ રહ્યો અને આ દરમિયાન 41 રન બનાવ્યા હતા. ઈમરાન આસિફે પહેલા બોલ પર સિંગલ લીધો, ત્યારબાદ તેને વાઈડ બોલ પર ફોર, પછીના બોલ પર સિક્સર, આમ આ ઓવરમાં બે બોલમાં 12 રન બનાવ્યા. પછીના બોલ પર ફરી એક ફોર, પછી સિક્સર. આ પછી કોલીએ તેની લય સંપૂર્ણપણે ગુમાવી દીધી. આગળનો બોલ નો બોલ હતો અને આ પણ સિક્સર માટે ફટકાર્યો હતો.

 

10 બોલ સાથે પૂર્ણ કરી ઓવર

પછી ડોટ બોલ, પછી નો બોલ પર સિક્સર, પછી વાઈડ બોલ પર વધારાનો રન અને પછી છેલ્લા બોલ પર ફોર. આ રી કોલીની ઓવર આ રીતે ગઈ. આ રીતે 10 બોલ પર - 1, 5WD, 6, 4, 6, 7NB, 0, 7NB, 1WD, 4. 9 ઓવરમાં સ્કોર 148-3 થઈ ગયો. છેલ્લી ઓવર ચમલકા ફર્નાન્ડોએ ફેંકી હતી અને તેનું પણ સિક્સર વડે સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સિંગલ બાદ સતત ત્રણ સિક્સર ફટકારવામાં આવી હતી અને ઓસ્ટ્રિયાએ 9.5 ઓવરમાં ત્રણ વિકેટે 173 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

  • Follow us on: