બાંગ્લાદેશની ટીમને ભારત સામે ટી20 અને ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે બંને સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું હતું. દરમિયાન, બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ચંડિકા હથુરુસિંઘાને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. BCB પ્રમુખ ફારુક અહેમદે મંગળવારે (15 ઓક્ટોબર) મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ ખાતે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં તેમના સસ્પેન્શનની જાહેરાત કરી હતી.
BCB પ્રમુખ ફારૂક અહેમદે નિવેદન જારી કર્યું
BCB પ્રમુખ ફારુક અહેમદે કહ્યું, “અમે તેને સસ્પેન્શન પહેલા કારણ બતાવો નોટિસ મોકલી છે. તેમને આ નોટિસનો 48 કલાકમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ પછી તેનો કોન્ટ્રાક્ટ કેન્સલ થઈ જશે. ફિલ સિમન્સ ચેમ્પિયન્સ ટ્રોફી સુધી વચગાળાના મુખ્ય કોચ તરીકે કામ કરશે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા ચંદિકા હથુરુસિંઘા સાથેનો કરાર બે વર્ષ માટે હતો, જે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2024 સુધીનો હતો, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) પહેલાથી જ તેની સાથે અલગ થવાનો નિર્ણય કર્યો છે.
ચંડિકા હથુરૂસિંઘા પર લાગ્યા આ આરોપ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં 2023 વર્લ્ડકપ દરમિયાન શ્રીલંકાના પૂર્વ ક્રિકેટરે કથિત રીતે બાંગ્લાદેશના એક ક્રિકેટરને થપ્પડ મારી હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) આ મામલાની તપાસ કરી રહ્યું છે.
પાકિસ્તાનને હરાવ્યું
ચંડિકા હથુરુસિંઘાના કોચિંગ હેઠળ બાંગ્લાદેશ ક્રિકેટે ઘણી સફળતા હાંસલ કરી છે. તેઓએ પાકિસ્તાનમાં જ ટેસ્ટ સિરીઝમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ સિરીઝમાં બાંગ્લાદેશે ક્લીન સ્વીપ કર્યું હતું. બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટ મેચમાં હરાવ્યું હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. જોકે તેમને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.