ન્યૂઝીલેન્ડ સામે 16 ઓક્ટોબરથી શરૂ થનારી ત્રણ મેચની ટેસ્ટ સિરિઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ પ્રથમ ટેસ્ટ મેચમાં ભાગ લઈ શકે છે. વાસ્તવમાં, ગિલની ગરદનમાં જકડાઈ છે અને તેના કારણે તેની ઉપલબ્ધતા અંગે અંતિમ નિર્ણય મેચની શરૂઆત પહેલા લેવામાં આવશે. ગિલ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને તેના બેટથી ઘણા રન બનાવી રહ્યો છે.


ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર

ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત પહેલા ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે. એક અહેવાલ મુજબ, ગરદનમાં અકડાઈ જવાને કારણે બેટ્સમેન શુભમન ગિલ પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે. જો કે, ગિલ પ્રથમ ટેસ્ટમાં રમશે કે નહીં તે મેચની શરૂઆત પહેલા નક્કી કરવામાં આવશે.

તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી સિરીઝમાં શુભમને શાનદાર બેટિંગ કરી હતી.ગિલે શાનદાર બેટિંગ કરી અને પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. તે જ સમયે, બીજી મેચમાં પણ યુવા બેટ્સમેને 39 રનની ઝડપી ઇનિંગ રમી હતી. જો ગિલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થાય છે તો તે ભારતીય ટીમ માટે મોટો ઝટકો બની શકે છે.

ગિલ શાનદાર ફોર્મમાં

શુભમન ગિલ તાજેતરના સમયમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં જબરદસ્ત ફોર્મમાં છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો ગિલે આ વર્ષે અત્યાર સુધી રમાયેલી 8 ટેસ્ટ મેચોની 15 ઇનિંગ્સમાં 50.92ની બેજોડ એવરેજથી 662 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ત્રણ સદી અને બે ફિફ્ટી પણ ફટકારી છે. માત્ર ટેસ્ટમાં જ નહીં પરંતુ ODI અને T20માં પણ યુવા બેટ્સમેને પોતાની શાનદાર બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે.


  • Follow us on: