પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ આજે પોતાનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. બાબર કદાચ આ દિવસોમાં તેની કારકિર્દીના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહ્યો છે, કારણ કે તાજેતરમાં તેણે કેપ્ટનશિપમાંથી રાજીનામું આપ્યું હતું અને હવે તેને ટેસ્ટ ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. આ દરમિયાન અમે તમને બાબર આઝમ સાથે જોડાયેલી એવી કહાની જણાવીશું, જેને સાંભળીને તમે ચોંકી જશો. બાબર પર પાડોશી છોકરીને ગર્ભિત કરવાનો આરોપ છે.
આ ઘટના લગભગ ચાર વર્ષ પહેલા એટલે કે 2020માં બની હતી. જ્યારે બાબરની પાડોશી હોવાનો દાવો કરતી યુવતીએ આરોપ લગાવ્યો હતો કે બાબરે લગ્નના બહાને લગભગ 10 વર્ષ સુધી તેનું યૌન શોષણ કર્યું હતું. મહિલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઘટનાનો ખુલાસો કર્યો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર, મહિલાનું નામ હમીઝા હોવાનું કહેવાય છે.
2011માં ઘરેથી ભાગી ગયા
મહિલાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તે અને બાબર એક જ વિસ્તારમાં રહેતા હતા અને એક જ સ્કૂલમાં અભ્યાસ કરે હતા. તે દરમિયાન બાબરે મહિલાને પ્રપોઝ કર્યું હતું. મહિલાએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે તે સમયે બાબરનો ક્રિકેટ સાથે કોઈ સંબંધ નહોતો. મહિલાએ કહ્યું હતું કે જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ અમે લગ્નની યોજના શરૂ કરી દીધી. જ્યારે અમે અમારા પરિવારને લગ્ન વિશે જણાવ્યું તો તેઓ રાજી ન થયા અને અમે 2011માં ઘરેથી ભાગી ગયા. બાબર કહેતો હતો કે બંને કોર્ટમાં લગ્ન કરી લેશે, પરંતુ તેમણે લગ્ન કર્યા ન હતા.
લગ્ન કરવાનો ઇનકાર કર્યો
મહિલાએ જણાવ્યું કે પાકિસ્તાન ટીમમાં પસંદ થયા બાદ બાબરનું વલણ બદલાઈ ગયું. રાષ્ટ્રીય ટીમમાં જોડાયા બાદ મહિલાએ બાબરને લગ્ન માટે કહ્યું, પરંતુ તેણે ના પાડી દીધી. મહિલાએ જણાવ્યું કે તે 2015માં ગર્ભવતી બની હતી. બાબરે કેટલાક મિત્રો સાથે મળીને મહિલાનો ગર્ભપાત કરાવ્યો હતો. મહિલાએ વધુમાં જણાવ્યું કે બાબરે 2017માં પોતાનો નંબર પણ બદલ્યો હતો. છતાં બાબરે ત્રણ વર્ષ સુધી તેનો ફાયદો ઉઠાવ્યો અને 2020માં તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.
બાબરને કેસમાંથી કેવી રીતે રાહત મળી?
મામલો વધી જતાં કોર્ટમાં પહોંચ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થોડા સમય પછી બાબર પર આરોપ લગાવનાર મહિલાએ તમામ આરોપો પાછા ખેંચી લીધા હતા. આ રીતે બાબરને મામલામાં રાહત મળી હતી.