- એન્ડરસને તેની છેલ્લી ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડિઝ સાથે રમી હતી
- નિવૃત્તિ બાદ સમગ્ર ક્રિકેટ જગતે શુભકામનાઓ પાઠવી હતી
- બાબર આઝમે શુભકામના પાઠવતા પોસ્ટમાં કરી મોટી ભૂલ
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને શુક્રવારે 12 જુલાઈએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. એન્ડરસને તેની છેલ્લી ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડિઝ સાથે રમી હતી. એન્ડરસનની નિવૃત્તિ બાદ સમગ્ર ક્રિકેટ જગતે ફાસ્ટ બોલરને શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે પણ શુભેચ્છા પાઠવી હતી.
જેમ્સ એન્ડરસનની નિવૃત્તિ પર બાબર આઝમે એક નહીં પરંતુ બે પોસ્ટ શેર કરવી પડી હતી. વાસ્તવમાં, બાબરે પહેલી પોસ્ટ શેર કરતી વખતે ભૂલ કરી હતી, જેના પછી તેણે આ પોસ્ટને ડિલીટ કરવી પડી હતી.
બાબર આઝમે X પર પોસ્ટ કરી
પહેલી પોસ્ટ શેર કરતી વખતે બાબરે લખ્યું હતું કે, જીમી તમારા 'કટર'નો સામનો કરવો સૌભાગ્યની વાત છે. આ પોસ્ટમાં બાબરે ભૂલથી સ્વિંગને બદલે ‘કટર’નો ઉપયોગ કર્યો હતો. જે બાદ તરત જ બાબરને આ પોસ્ટ ડિલીટ કરવી પડી હતી, પરંતુ કેટલાક યુઝર્સે બાબરની આ પોસ્ટના સ્ક્રીનશોટ લીધા હતા. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર બાબરને લઈને ઘણી મજાક ઉડી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે કેટલીકવાર ગૂગલ ટ્રાન્સલેટથી આવી ભૂલો થાય છે.
આ પછી, બાબરે બીજી પોસ્ટ શેર કરી અને લખ્યું કે તમારા સ્વિંગનો સામનો કરવોએ સૌભાગ્યની વાત છે. હવે આ રમત એક મહાન ખેલાડી ગુમાવશે. તમે આ રમતને આપેલી સેવાઓ નોંધપાત્ર છે. તમારા માટે ખૂબ જ આદર GOAT
છેલ્લી મેચમાં 4 વિકેટ લીધી હતી
જેમ્સ એન્ડરસને તેની છેલ્લી ટેસ્ટ મેચમાં 4 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડે આ મેચ ઈનિંગ અને 114 રને જીતી હતી. ઈંગ્લેન્ડની ટીમે જીત સાથે જેમ્સ એન્ડરસનને વિદાય આપી છે. એન્ડરસને તેની ટેસ્ટ કારકિર્દીમાં 704 વિકેટ લીધી હતી.