• T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન
  • બાબર આઝમે ICC વર્લ્ડ T20 રેન્કિંગમાં છલાંગ લગાવી
  • બાબર T20I રેન્કિંગમાં 756 રેટિગ સાથે ત્રીજા સ્થાને

T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન અને તેની ટીમના ખરાબ પ્રદર્શનને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે. તેને ચારે બાજુથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ ટીકાઓ વચ્ચે બાબર આઝમ માટે એક સારા સમાચાર છે. આ સાથે તેણે ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે ICC વર્લ્ડ T20 રેન્કિંગમાં છલાંગ લગાવી છે.

બાબરે વર્લ્ડ T20 રેન્કિંગમાં લગાવી છલાંગ

ICC એ T20 વર્લ્ડકપ 2024 માટે વર્લ્ડ T20 રેન્કિંગ જાહેર કરી છે. બાબર આઝમ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં, બાબર આઝમે T20 આંતરરાષ્ટ્રીય બેટિંગ રેન્કિંગમાં છલાંગ લગાવી છે. અગાઉ તે વર્લ્ડ રેન્કિંગમાં ચોથા સ્થાને હતો. હવે તેણે ત્રીજું સ્થાન મેળવ્યું છે. બાબર આઝમનું વર્લ્ડ રેટિંગ 756 છે. આ સાથે જ ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ નંબર વન પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર બે સ્થાન આગળ વધીને 5માં નંબર પર આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ 6 સ્થાનની છલાંગ લગાવીને ટોપ 10માં સામેલ થઈ ગયો છે.

બાબર આઝમનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદર્શન

બાબર આઝમે અત્યાર સુધીમાં 52 ટેસ્ટ મેચ રમી છે. આ 52 મેચોમાં તેણે 54.9ના સ્ટ્રાઈક રેટથી 3898 રન બનાવ્યા છે. જેમાં 25 ફિફ્ટી અને 9 સદી સામેલ છે. બાબરનો ટેસ્ટ મેચમાં સર્વોચ્ચ સ્કોર 196 રન છે. બાબરે 117 ODI મેચ રમી છે. આ 117 મેચોમાં તેણે 88.8ના સ્ટ્રાઈક રેટથી 5729 રન બનાવ્યા છે. જેમાં 32 ફિફ્ટી અને 19 સદી સામેલ છે. બાબરનો વનડે મેચમાં સર્વોચ્ચ સ્કોર 158 રન છે. બાબરે 122 T20 મેચ રમી છે. આ 122 મેચોમાં તેણે 129.5ના સ્ટ્રાઈક રેટથી 4113 રન બનાવ્યા છે. જેમાં 36 ફિફ્ટી અને 3 સદી સામેલ છે. સર્વોચ્ચ સ્કોર 122 રન છે.

  • Follow us on: