- ઓસ્ટ્રલિયન બોલર એડમ ઝમ્પાના નામે ખાસ રેકોર્ડ
- એડમ ઝમ્પાએ T20I ક્રિકેટમાં 100 વિકેટ પૂરી કરી
- T20Iમાં 100 વિકેટ લેનારો પ્રથમ ઓસ્ટ્રેલિયન બોલર
T20 વર્લ્ડકપની 24મી મેચ ઓસ્ટ્રેલિયા અને નામિબિયા સામે રમાઈ હતી. આ મેચમાં નામિબિયાના બેટ્સમેનો લાંબા સમય સુધી ઓસ્ટ્રેલિયાની ખતરનાક બોલિંગનો સામનો કરી શક્યા ન હતા. કાંગારૂ ટીમની ખતરનાક બોલિંગ સામે નામિબિયાની આખી ટીમ 20 ઓવર પણ રમી શકી ન હતી અને 17 ઓવરમાં માત્ર 72 રનમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી. આ ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાએ 5.4 ઓવરમાં 1 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્પિન બોલર એડમ ઝમ્પાએ શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં આ મેચમાં ઝમ્પાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જે આજ સુધી ઓસ્ટ્રેલિયાનો કોઈ બોલર કરી શક્યો નથી.













