- એશિયા કપમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 2 વિકેટથી હરાવ્યું
- પાકિસ્તાન હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થયું
- પાકિસ્તાનની હાર પર બાબર આઝમનો વીડિયો થયો વાયરલ
પાકિસ્તાન vs શ્રીલંકા મેચ રોમાંચની ચરમસીમાએ હતી, પરંતુ અંતે શ્રીલંકાએ છેલ્લા બોલ પર બે વિકેટે જીત મેળવી હતી. છેલ્લા બોલ પર હાર બાદ બાબર આઝમની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે. લોકો આ વીડિયો વારંવાર જોઈ રહ્યા છે. પાકિસ્તાનની હારને લઈને લોકો બાબર આઝમની કેપ્ટનશીપ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
એશિયા કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ક્યારેય ફાઇનલમાં ટક્કર થઈ નથી અને આ સિલસિલો આ વર્ષે પણ ચાલુ રહ્યો છે. એશિયા કપ 2023 સુપર-4માં શ્રીલંકાએ પાકિસ્તાનને છેલ્લા બોલે હરાવ્યું અને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતીય ટીમે સુપર-4માં પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવી ફાઈનલમાં પહેલાથી પહોંચી ગઈ છે. ત્યારે બાંગ્લાદેશ પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારીને પહેલીથી જ ફાઈનલમાંથી બહાર થઈ ગયું છે.
પાકિસ્તાને છેલ્લી બે ઓવરમાં વાપસી કરી
આ સમયે, 14 સપ્ટેબમ્બરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી સુપર-4ની મેચ સેમિફાઈનલથી ઓછી ન હતી. પાકિસ્તાને છેલ્લી બે ઓવરમાં શાનદાર વાપસી કરી હતી. પરંતુ ચરિત અસલંકાએ પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને ફેન્સ બંનેના દિલ તોડી નાખ્યા. છેલ્લા બોલે શ્રીલંકાને જીતવા માટે બે રનની જરૂર હતી. જમાન ખાનના બોલ પર અસલંકાએ બા લઈને પાકિસ્તાનની ટીમને કારમી હાર આપી હતી. આ દરમિયાન આઝમના ચહેરાનો રંગ જાણે ઉડી ગયો હોય તેમ લાગતું હતું.
બાબર આઝમનો વીડિયો થયો વાયરલ
શ્રીલંકાની જીતની ઉજવણીના વીડિયોમાં બાબર આઝમની પ્રતિક્રિયા પણ વાયરલ થઈ રહી છે, જેને લોકો વારંવાર જોઈ રહ્યા છે. મેચની વાત કરીએ તો પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને 42 ઓવરમાં સાત વિકેટે 252 રન બનાવ્યા હતા. શ્રીલંકાને ડકવર્થ લુઈસ પદ્ધતિનો ઉપયોગ કરીને 42 ઓવરમાં 252 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વરસાદને કારણે આ લક્ષ્યાંકમાં સુધારો કરવામાં આવ્યો હતો. 40 ઓવરમાં શ્રીલંકાનો સ્કોર પાંચ વિકેટે 240 રન હતો. તેને જીતવા માટે છેલ્લી બે ઓવરમાં 12 રન બનાવવાના હતા અને તેની પાંચ વિકેટ બાકી હતી.
શ્રીલંકાએ પાકિસ્તાનને બે વિકેટે હરાવ્યું
બધાને લાગ્યું કે શ્રીલંકા આ મેચ સરળતાથી જીતી જશે. શાહીન આફ્રિદી 41મી ઓવર નાખવા આવ્યો હતો અને તેણે સતત બે બોલમાં બે વિકેટ લેતા માત્ર ચાર વિકેટ લીધી હતી. આફ્રિદીએ ધનંજય ડી સિલ્વા અને દુનિથ વેલાલ્ગેને આઉટ કરીને પાકિસ્તાનને મેચમાં પરત લાવ્યું હતું. હવે છેલ્લી ઓવરમાં જીતવા માટે આઠ રનની જરૂર હતી, જ્યારે શ્રીલંકાની ત્રણ વિકેટ બાકી હતી.કોઈપણ રીતે, શ્રીલંકાએ જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી.