• પાકિસ્તાની ટીમ વર્લ્ડકપમાંથી થઈ બહાર
  • આજે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
  • વર્લ્ડકપ બાદ બાબર આઝમ છોડી શકે કપ્તાની

પાકિસ્તાન વર્લ્ડકપની બહાર થયું છે. શરૂઆતી 2 મેચ જીત્યા બાદ પાકિસ્તાનની સળંગ 4 મેચમાં હાર થઈ હતી. જે ટીમ માટે મોટો ઝટકો હતો. આ 4 હારના કારણે પાકિસ્તાન વર્લ્ડકપથી બહાર થવા જઈ રહ્યું છે. હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પોતાની કેપ્ટનશિપ છોડવાના છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબર વનડેની સાથે T-20 મેચની કપ્તાની પણ છોડશે.

કેપ્ટન તરીકે બાબરની છેલ્લી મેચ

બાબર આઝમની કપ્તાની પર દબાવ બની રહ્યો છે. પહેલાં તો પાકિસ્તાન એશિયા કપમાંથી ખરાબ રીતે બહાર થયું છે. જે બાદ બાબરના નૈતૃત્વમાં પાકિસ્તાની ટીમ વર્લ્ડકપમાંથી પણ બહાર થવા જઈ રહ્યું છે. આ કારણે બાબર આઝમની લાંબા સમયથી ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના અનેક પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે નિવેદન આપ્યું કે, બાબરને ટીમનું નૈતૃત્વ કરતા આવડતું નથી. જેથી તેના પાસેથી કેપ્ટનશિપ લઈ લેવાની જરૂર છે. આ તમામ વચ્ચે હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે, વર્લ્ડકપ બાદ બાબર આઝમ કપ્તાની છોડશે.

ટીકાકારોથી કંટાળીને બાબરે શું કહ્યું?

તાજેતરમાં ટીકાકારોથી કંટાળીને બાબર આઝમે કહ્યું હતું કે, જે મને સલાહ આપવા માંગે છે તેણે ઘરે બેસીને નિવેદનો ન કરવા જોઈએ. દરેક પાસે મારો નંબર છે. તે મને સીધો ફોન કરી શકે છે અને મને સલાહ આપી શકે છે. બાબરે કહ્યું હતું કે, દરેકની પોતાની વિચારવાની રીત હોય છે, ટીવી પર બેસીને સલાહ આપવી ખૂબ જ સરળ છે.

  • Follow us on: