• પાકિસ્તાનની ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે
  • ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ગ્રીન ટીમનો મુકાબલો ન્યુઝીલેન્ડ સાથે
  • બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને આગામી સિરીઝમાં રમશે

પાકિસ્તાનની ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ગ્રીન ટીમનો મુકાબલો ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ સાથે થવાનો છે. બંને ટીમો વચ્ચે અહીં પાંચ મેચની T20 સીરીઝ રમાશે.

ચીફ સિલેક્ટરનું મોટું નિવેદન

ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર વહાબ રિયાઝે મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે ટીમના મુખ્ય ખેલાડીઓ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને આગામી સિરીઝ માટે બહાર કરવામાં આવશે નહીં.

બાબાર - રિઝવાનને આરામ આપવાના રિપોર્ટ

અગાઉ એવા અહેવાલ હતા કે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને આગામી શ્રેણીમાંથી આરામ આપવામાં આવી શકે છે. આ સમાચાર સામે આવ્યા બાદ બંને સિનિયર ખેલાડીઓ તણાવમાં હતા. પર્થ ટેસ્ટમાં હાર્યા બાદ એવા અહેવાલો વાયરલ થઈ રહ્યા હતા કે પસંદગી સમિતિ ન્યૂઝીલેન્ડ સામે રમાનારી પાંચ મેચની T20માં બાબર અને રિઝવાનને આરામ આપવાનું વિચારી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાબર અને રિઝવાનના નજીકના એક સૂત્રએ ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું કે બંને ખેલાડીઓએ મુખ્ય પસંદગીકાર વહાબ રિયાઝને ફોન કર્યો હતો. જેમાં તેણે આગામી સિરીઝ અંગે સ્પષ્ટતા માંગી હતી.


  • Follow us on: