બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર જીત હાંસલ કરીને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. જો કે બીજી મેચ પહેલા જ સાઉથ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે.
દક્ષિણ આફ્રિકાનો સ્ટાર ખેલાડી બહાર
સાઉથ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમા બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. તે પ્રથમ મેચમાં પણ રમી શક્યો ન હતો. તેના ડાબા ખભાના સ્નાયુઓ તણાઈ ગયા હતા. આ ઈજાને કારણે તે પ્રથમ મેચમાં પણ રમી શક્યો ન હતો. આ દરમિયાન ક્રિકેટ સાઉથ આફ્રિકાએ કહ્યું હતું કે બાવુમા ઢાકા જશે અને બીજી ટેસ્ટ મેચ પહેલા પોતાનું રિહેબ ચાલુ રાખશે. બાવુમાને આયર્લેન્ડ સામેની ODI મેચ દરમિયાન આ ઈજા થઈ હતી. જેના કારણે તે આ ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે
એડન માર્કરામ કરશે કપ્તાની
ટેમ્બા બાવુમાની ગેરહાજરીમાં એડન માર્કરામ ટીમનું નેતૃત્વ કરશે. ટેમ્બા બાવુમાના સ્થાને ડેવાલ્ડ બ્રેવિસનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. આ સિવાય આ સીરિઝમાં નંદ્રે બર્જરની જગ્યાએ લુંગી એનગિડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. નાન્દ્રે બર્જર કમરના સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો.
સાઉથ આફ્રિકાની અપડેટેડ ટીમ
ડેવિડ બેડિંગહામ, મેથ્યુ બ્રિટ્ઝકે, ડેવાલ્ડ બ્રેવિસ, ટોની ડી જોર્ઝી, કેશવ મહારાજ, એડન માર્કરામ, વિયાન મુલ્ડર, સેનુરન મુથુસામી, લુંગી એનગીડી, ડેન પેટરસન, ડેન પીડ્ટ, કાગીસો રબાડા, ટ્રીસ્ટન સ્ટબ્સ, રિયાન રિકલ્ટન, કાયલ વેરીન.