• 29 સપ્ટેમ્બરથી વોર્મ-અપ મેચની શરુઆત થઈ ગઈ
  • વોર્મ-અપ મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવ્યું હતું
  • બાંગ્લાદેશે 42 ઓવરમાં 264 રનનો ટાર્ગેટ હાંસેલ કર્યો હતો

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023થી શરુઆત થવા જઈ રહી છે. આ માટે 29 સપ્ટેમ્બરથી વોર્મ-અપ મેચની શરુઆત થઈ ગઈ છે. જેમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે બાગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે વોર્મ-અપ મેચ રમાઈ હતી. આ મેચોમાં પાકિસ્તાન અને શ્રીલંકાને હારનો સામનો કરવો પડ્યો હતો.

ICC ODI વર્લ્ડ કપ 2023 માં વોર્મઅપ મેચો આજથી શરૂ થઈ. બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે પહેલી વોર્મ-અપ મેચ ગુવાહાટીના મેદાન પર રમાઈ હતી. આ મેચમાં બાંગ્લાદેશની ટીમનું બેટિંગ અને બોલિંગ બંનેમાં એકતરફી પ્રદર્શન જોવા મળ્યું અને તેમણે 42 બોલમાં 7 વિકેટે મેચ જીતી લીધી. બાંગ્લાદેશ તરફથી મેહદી હસને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 3 વિકેટ લીધી. 264 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે આ મેચમાં સુકાની કરી રહેલા તંજીદ હસન, લિટન દાસ અને મેંહદી હસન મિરાજના બેટમાંથી શાનદાર ફિફ્ટીની ઇનિંગ્સ જોવા મળી હતી.

તંજીદ અને લિટન દાસની જોડીએ આક્રમક શરુઆત કરી

શ્રીલંકાની ટીમને 263ના સ્કોર પર આઉટ કર્યા બાદ તંજીદ હસન અને લિટન દાસની જોડીએ આ પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશની ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. પ્રથમ 10 ઓવરના અંતે બંનેએ સ્કોરબોર્ડ પર 54 રન કર્યા હતા. અહીંથી તંજીદ અને લિટને રનની ગતિ વધારી અને 14 ઓવરના અંતે સ્કોર 100 રન સુધી પહોંચાડ્યો. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 131 રનની ભાગીદારી થઈ હતી. આ વોર્મ-અપ મેચમાં લિટન દાસ 56 બોલમાં 61 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.

કેપ્ટન મેહદી હસન મિરાજે તંજીદને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું

લિટન દાસ પેવેલિયન પરત ફર્યા બાદ બેટિંગ કરવા આવતા આ મેચમાં બાંગ્લાદેશની કેપ્ટનશીપ કરી રહેલા મેહદી હસન મિરાઝે તંજીદ સાથે મળીને રનની ગતિ ધીમી થવા દીધી ન હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે ફિફ્ટીની ભાગીદારી જોવા મળી હતી. આ મેચમાં તંજીદ 88 બોલમાં 84 રનની શાનદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. બાંગ્લાદેશની ટીમને 183ના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો.

મુશફિકુર સાથે મહેદીએ મેચ ખતમ કરી દીધી

તંજીદના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા તૌહિદ પોતાની ઇનિંગના પ્રથમ બોલ પર જ ડુનિથ વેલ્લાલાગેનો શિકાર બન્યો હતો. 188ના સ્કોર પર 3 વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન મેહદી હસન મિરાજને અનુભવી ખેલાડી મુશ્ફિકુર રહીમનો સાથ મળ્યો હતો. અહીંથી, બંનેએ ઝડપી ગતિએ રન બનાવવાનું ચાલુ રાખ્યું, શ્રીલંકાના બોલરોને મેચમાં વાપસી કરવાની કોઈ તક આપી નહીં. બાંગ્લાદેશની ટીમે 264 રનનો ટાર્ગેટ માત્ર 42 ઓવરમાં મેળવી લીધો હતો. મેહદી હસન મિરાજે 64 બોલમાં 67 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે મુશ્ફિકુર રહીમે 43 બોલમાં અણનમ 35 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી બોલિંગમાં લાહિરુ કુમારા, ડુનિથ વેલ્લાલાગે અને દુશાન હેમંતાએ 1-1 વિકેટ લીધી હતી.

ધનંજયા અને પથુમે ફિફ્ટીની ઇનિંગ્સ રમી હતી

આ મેચમાં શ્રીલંકન ટીમના બેટિંગ પ્રદર્શન પર નજર કરીએ તો ધનંજયા ડી સિલ્વા અને પથુમ નિસાંકાએ ફિફ્ટી ફટકારી હતી. નિસાંકાએ 64 બોલમાં 68 રન બનાવ્યા હતા, જ્યારે ડી સિલ્વા 79 બોલમાં 55 રન બનાવવામાં સફળ રહ્યો હતો. કુસલ પરેરાએ આ મેચમાં 34 રન બનાવ્યા બાદ નિવૃત્તિ લીધી હતી. કેપ્ટન શનાકા માત્ર 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ મેચમાં શ્રીલંકાની ટીમ 49.1 ઓવરમાં 263 રન પર જ સિમિત રહી હતી. બાંગ્લાદેશ તરફથી બોલિંગમાં મેહદી હસને 9 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય તનઝીમ હસન શાકિબ, શોરીફુલ ઈસ્લામ, નસુમ અહમદ અને મેહદી હસન મિરાજે 1-1 વિકેટ લીધી હતી.

  • Follow us on: