દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા-એના કેપ્ટન શુભમન ગિલની ભારતીય ટીમમાં પસંદગી થયા બાદ મયંક અગ્રવાલનું નસીબ ચમક્યું છે. તેને ઈન્ડિયા-એ ટીમની કમાન સોંપવામાં આવી છે. શુભમન ગિલના સ્થાને રેલ્વેના પ્રથમ સિંહ, કેએલ રાહુલના સ્થાને વિદર્ભના અક્ષય વાડકર અને ધ્રુવ જુરેલના સ્થાને આંધ્રપ્રદેશના એસકે રાશિદને ઈન્ડિયા-એ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, કુલદીપ યાદવની જગ્યાએ શમ્સ મુલાની અને આકાશદીપની જગ્યાએ આકિબ ખાનને તક આપવામાં આવી છે.
કઈ ટીમમાં શું ફેરફારો થયા?
ઇન્ડિયા Aના ફેરફારો
ઇન્ડિયા Aના કેપ્ટન શુભમન ગિલ, કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ અને આકાશ દીપના રૂપમાં બદલાવ જોયો. આ તમામ ખેલાડીઓને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. સિલેક્ટર્સે ગિલના સ્થાને પ્રથમ સિંહ (રેલવે), કેએલ રાહુલના સ્થાને અક્ષય વાડકર (વિદર્ભ CA) અને ધ્રુવ જુરેલના સ્થાને એસકે રશીદ (આંધ્ર CA)નો સમાવેશ કર્યો છે. આ સિવાય કુલદીપ યાદવની જગ્યાએ સ્પિનર શમ્સ મુલાની ટીમમાં સામેલ થશે, જ્યારે આકાશદીપની જગ્યાએ આકિબ ખાન (UPCA) ટીમનો ભાગ હશે. મયંક અગ્રવાલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ઇન્ડિયા Aની અપડેટેડ ટીમ
મયંક અગ્રવાલ (કેપ્ટન), રાયન પરાગ, તિલક વર્મા, શિવમ દુબે, તનુષ કોટિયન, પ્રસિદ્ધ કૃષ્ણ, ખલીલ અહેમદ, અવેશ ખાન, કુમાર કુશાગરા, શાસ્વત રાવત, પ્રથમ સિંહ, અક્ષય વાડકર, એસકે રશીદ, શમ્સ મુલાની, આકિબ ખાન.
ઇન્ડિયા Bમાં થયા ફેરફાર
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇન્ડિયા B તરફથી રિષભ પંત, યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન અને યશ દયાલને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. પંત અને જયસ્વાલની જગ્યાએ સુયશ પ્રભુદેસાઈ અને રિંકુ સિંહને ટીમમાં લાવવામાં આવ્યા છે. સરફરાઝ ખાન પણ બીજા રાઉન્ડ માટે ઉપલબ્ધ રહેશે. બાકી હિમાંશુ મંત્રીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઈન્ડિયા Bની અપડેટેડ ટીમ
અભિમન્યુ ઈસ્વારન (કેપ્ટન), સરફરાઝ ખાન, મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર સાઈ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીસન (વિકેટકીપર), સુયશ પ્રભુદેસાઈ, રિંકુ સિંહ, હિમાંશુ મંત્રી (વિકેટકીપર) વિકેટ કીપર).
ઈન્ડિયા Dમાં કરાયો બદલાવ
ઈન્ડિયા Dમાંથી અક્ષર પટેલની ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે. આ સિવાય ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે નાની ઈજાના કારણે બહાર છે. અક્ષરના સ્થાને નિશાંત સિંધુ અને તુષારના સ્થાને ઈન્ડિયા A ના વિદ્વત કવરપ્પને સ્થાન આપવામાં આવ્યું છે.
ઈન્ડિયા Dની અપડેટ કરાયેલી ટીમ
શ્રેયસ ઐયર (કેપ્ટન), અથર્વ તાયડે, યશ દુબે, દેવદત્ત પડીક્કલ, રિકી ભુઈ, સરંશ જૈન, અર્શદીપ સિંહ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, આકાશ સેનગુપ્તા, કેએસ ભરત (વિકેટેકીપર), સૌરભ કુમાર, સંજુ સેમસન (વિકેટકીપર), નિશાંત સિંધુ , વિધ્વથ કાવેરપ્પા.