• ચેમ્પિયન્સ ટ્રોફીને લઇ ઘણા પ્રશ્ન ચિહ્નો જ દેખાઈ રહ્યા છે
  • ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ કરશે કો નહી તે સસ્પેન્સ
  • જય શાહ 1 ડિસેમ્બરથી ICCSના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળશે

ચેમ્પિયન્સ ટ્રોફીને લઇ ઘણા પ્રશ્ન ચિહ્નો જ દેખાઈ રહ્યા છે. ટૂર્નામેન્ટની તારીખ ભલે નક્કી થઈ ગઈ હોય, પરંતુ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે હજુ સુધી નિશ્ચિત નથી. BCCIના સેક્રેટરીની જવાબદારી નિભાવી ચૂકેલા જય શાહ ICCના અધ્યક્ષ બન્યા છે. આવી સ્થિતિમાં તેમના માટે ચેમ્પિયન્સ ટ્રોફીનો મુદ્દો ઉકેલવો ઘણો મુશ્કેલ બની શકે છે.

સરકાર કહેશે તે કરીશું..!

જય શાહ 1 ડિસેમ્બરથી ICCSના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળશે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં તે હજુ નક્કી થયું નથી. જો કે, તે દરમિયાન BCCIના સુત્રોએ ખુલાસો કર્યો કે તે તેમના હાથમાં નથી. આ મામલે સરકાર નિર્ણય લેશે. ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને કોઈ ચર્ચા થઈ નથી. અમારું સ્ટેન્ડ સ્પષ્ટ છે. અમે સરકાર જે કહેશે તે જ કરીશું. હું સમજી શકું છું કે BCCI માટે આ મુશ્કેલ કામ હશે

ભારત વિના ટૂર્નામેન્ટ યોજવી મુશ્કેલ

સુત્રોએ વધુમાં કહ્યું, ICC માટે ભારત વિના ટૂર્નામેન્ટ યોજવી મુશ્કેલ હશે. અમે ઇચ્છીએ છીએ કે ઇવેન્ટ ચાલુ રહે. તે ક્રિકેટ માટે સારું છે, પરંતુ વલણ સ્પષ્ટ છે. અમે પહેલાથી જ ICCને ભારતને મંજૂરી આપવા કહ્યું છે. પાકિસ્તાન સાથે ટૂર્નામેન્ટની યજમાની કરવા માટે અમે મેચોને તટસ્થ સ્થળોએ શિફ્ટ કરવા માટે કહ્યું છે, જો અમને ભારત સરકાર તરફથી લીલી ઝંડી નહીં મળે તો અમે પાકિસ્તાન જઇશું નહીં.

  • Follow us on: