- પેરાલિમ્પિકમાં અદ્દભૂત પ્રદર્શન કરી રહ્યા છે ભારતીય એથ્લેટ્સ
- પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 15 મેડલ જીત્યા
- આજે પેરિસ પેરાલિમ્પિકમાં 7 મેડલ જીતી શકે છે ભારત
પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સ અદ્દભૂત પ્રદર્શન કરી રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં ભારતે અત્યાર સુધીમાં 15 મેડલ જીત્યા છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ભારતીય એથ્લેટ્સ પેરાલિમ્પિક ગેમ્સમાં પોતાનો અગાઉનો રેકોર્ડ તોડી નાખશે અને સૌથી વધુ મેડલ જીતવાનો નવો ઈતિહાસ રચશે. પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 19 મેડલ છે, જે ટોક્યો પેરાલિમ્પિક્સ-2020માં આવ્યા હતા. આ વખતે ભારતીય ખેલાડીઓએ માત્ર 5 દિવસમાં કુલ 15 મેડલ જીત્યા છે. ટૂર્નામેન્ટના 5માં દિવસે જ ભારતીય ખેલાડીઓએ રેકોર્ડ 8 મેડલ જીત્યા છે.
આજે 7 મેડલ જીતી શકે છે ભારત
આજે ભારત પેરિસ પેરાલિમ્પિકમાં 7 મેડલ મેળવી શકે છે. ભારત આજે એથ્લેટિક્સમાં મહત્તમ મેડલની આશા રાખશે. જેમાં ભાગ્યશ્રી જાધવ, શરદ કુમાર, મરિયપ્પન થંગાવેલુ, શૈલેષ કુમાર, અજિત સિંહ યાદવ, રિંકુ અને સુંદર સિંહ ગુર્જર પોતાનો પડકાર રજૂ કરતા જોવા મળશે. આ સિવાય શૂટિંગમાં અવની લેખરા પાસેથી બીજા મેડલની અપેક્ષા રાખવામાં આવશે. આજે અવની મોના અગ્રવાલ સાથે પોતાની તાકાત બતાવતી જોવા મળશે.
પેરિસ પેરાલિમ્પિક્સ માટે આજનું ભારતનું શેડ્યૂલ
પેરા શૂટિંગ
- બપોરે 1:00 - મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ SH1 (ક્વોલિફિકેશન) - મોના અગ્રવાલ અને અવની લેખા
પેરા એથ્લેટિક્સ
- બપોરે 2:28 - મહિલા શોટ પુટ F34 ફાઇનલ - ભાગ્યશ્રી જાધવ
પેરા તીરંદાજી
- 3:20 PM - મહિલા વ્યક્તિગત રિકર્વ ઓપન 1/8 એલિમિનેશન - પૂજા
પેરા શૂટિંગ
- 7:30 PM - મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ SH1 (ફાઇનલ) - મોના અગ્રવાલ અને અવની લેખા (જો ક્વોલિફાય થાય તો)
પેરા તીરંદાજી
- 9:21 PM - મહિલા વ્યક્તિગત રિકર્વ ઓપન ક્વાર્ટર ફાઇનલ્સ - પૂજા (જો ક્વોલિફાય થાય તો)
પેરા તીરંદાજી
- 9:55 PM - મહિલા વ્યક્તિગત રિકર્વ ઓપન સેમિફાઇનલ - પૂજા (જો ક્વોલિફાય થાય તો)
પેરા તીરંદાજી
- 10:27 PM - મહિલા વ્યક્તિગત રિકર્વ ઓપન બ્રોન્ઝ મેડલ મેચ - પૂજા (જો ક્વોલિફાય થાય તો)
પેરા એથ્લેટિક્સ
- 10:38 PM - મહિલાઓની 400m T20 ફાઇનલ - દીપ્તિ જીવનજી (જો ક્વોલિફાય થાય તો)
પેરા તીરંદાજી
- 10:44 PM - મહિલા વ્યક્તિગત રિકર્વ ઓપન ગોલ્ડ મેડલ મેચ - પૂજા (જો ક્વોલિફાય થાય તો)
પેરા એથ્લેટિક્સ
- 11:50 PM - મેન્સ હાઇ જમ્પ T63 ફાઇનલ - શરદ કુમાર, મરિયપ્પન થાંગાવેલુ અને શૈલેષ કુમાર
પેરા એથ્લેટિક્સ
- 12:13 AM - મેન્સ જેવલિન થ્રો F46 ફાઇનલ - અજીત સિંહ યાદવ, રિંકુ અને સુંદર સિંહ ગુર્જર.