- BCCI હાલમાં ભારતીય ટીમના નવા હેડ કોચની શોધમાં
- હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ જૂનમાં સમાપ્ત થઈ જશે
- ઓસ્ટ્રેલિયન ખેલાડીનો હેડ કોચ બનવા માટે સંપર્ક કર્યો નથી
BCCI હાલમાં ભારતીય ટીમના નવા હેડ કોચની શોધમાં છે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડકપ 2024 બાદ સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં, BCCI સેક્રેટરી જય શાહે દ્રવિડ પછી ભારતીય ટીમના આગામી હેડ કોચ કોણ હશે તે અંગે મોટું અપડેટ આપ્યું છે. BCCIએ પોતાના નિવેદન સાથે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ક્લાસ લીધો છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ રિકી પોન્ટિંગ અને જસ્ટિન લેંગરે દાવો કર્યો હતો કે ભારતીય ટીમના હેડ કોચ બનવા માટે BCCI દ્વારા તેમને સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ઇનકાર કર્યો હતો. પરંતુ હવે BCCIએ આ અંગે અંતિમ નિવેદન જાહેર કર્યું છે.
ટીમ ઈન્ડિયા માટે કેવા કોચની જરૂર છે?
BCCIના સચિવ જય શાહે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે BCCI કે મેં કોઈ પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીનો ભારતીય ટીમના હેડ કોચ બનવા માટે સંપર્ક કર્યો નથી. મીડિયામાં જે પણ અહેવાલ ચાલી રહ્યા છે તે સંપૂર્ણપણે ખોટા છે. ભારતીય ટીમનો હેડ કોચ કોને બનાવવામાં આવશે તે પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાનો હેડ કોચ એવા વ્યક્તિને બનાવવામાં આવશે જે ભારતીય ટીમને સમજે. જેઓ અહીંની પિચની સ્થિતિ જાણે છે તેમને આ જવાબદારી સોંપવામાં આવશે, જેથી તેઓ ભારતીય ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શિકા આપી શકે.
'હેડ કોચ બનવુંએ સન્માન સમાન છે'
BCCIએ કહ્યું કે ભારતીય ટીમના હેડ કોચ બનવું એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોટી જવાબદારી છે. ભારતીય ટીમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ પ્રશંસકો પણ છે, જેઓ જુસ્સાથી ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરે છે. ભારતીય ટીમના મુખ્ય કોચ બનવું એ વિશ્વની સૌથી મોટી નોકરીઓમાંથી એક છે, જેના માટે મહાન ક્રિકેટરમાંથી એકની પસંદગી કરવામાં આવે છે. આ કોઈ સન્માનથી ઓછું નથી, તેથી BCCI આ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરશે, જે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવામાં મદદ કરશે. BCCIએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ જે કહી રહ્યા છે કે તેમને BCCI દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે, આ તમામ સમાચાર અફવા છે. BCCI પ્રક્રિયા અનુસાર જ ભારતીય ટીમ માટે હેડ કોચની પસંદગી કરશે.