- ભારતે ઈંગ્લેન્ડને હરાવીને સીરિઝ પર કબજો કર્યો
- BCCI રેડ બોલ ક્રિકેટમાં ખેલાડીઓની ફી વધારી શકે
- શ્રેયસ ઐયર ફિટ હોવા છતાં રણજી મેચ રમી ન હતી
ભારતીય ટીમે રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવીને સીરિઝ પર કબજો કરી લીધો છે. દરમિયાન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) રેડ બોલ ક્રિકેટને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. વાસ્તવમાં, ઘણા ખેલાડીઓ IPL રમવા માટે પોતાને રેડ બોલ ક્રિકેટથી દૂર રાખે છે. જેના કારણે ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટની તૈયારી કરી શકતા નથી અને ખેલાડીઓ રેડ બોલ ક્રિકેટને બદલે IPL પર વધુ ધ્યાન આપે છે.
ટેસ્ટ મેચની ફી વધી શકે
રેડ-બોલ ક્રિકેટમાં ખેલાડીઓને IPLમાં જેટલા પૈસા મળે છે તેટલા પૈસા મળતા નથી આવી સ્થિતિમાં હવે BCCI રેડ બોલ ક્રિકેટમાં ખેલાડીઓની ફી વધારવાને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. એક અહેવાલ મુજબ, IPLમાં રમવા માટે ખેલાડીઓ રેડ બોલ ક્રિકેટથી પોતાને દૂર રાખી રહ્યા હોય તેવી સ્થિતિથી બચવા માટે BCCI ટેસ્ટ મેચની ફી વધારવા પર વિચાર કરી રહી છે.
ઈશાન-ઐયરે રણજી મેચ ન રમી
ઈશાન કિશને સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ સીરિઝમાંથી આરામ લેવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ઈશાન કિશનને રણજી ટ્રોફીમાં રમવાની સલાહ આપી હતી પરંતુ ઈશાન રણજીમાં એક પણ મેચ રમ્યો નહોતો. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ઈશાન કિશન રેડ-બોલ ક્રિકેટ કરતાં IPL પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પછી પીઠના દુખાવાના કારણે ઈંગ્લેન્ડ સીરિઝમાંથી બહાર થઈ ગયેલા શ્રેયસ ઐયરને NCA દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઐયર ફિટ છે અને મેચ રમવા માટે તૈયાર છે, પરંતુ આ પછી પણ ઐયર રણજી મેચ રમી ન હતી.
BCCIનો રેડ બોલ ક્રિકેટને લઈને નિર્ણય
BCCIના એક સૂત્રએ કહ્યું કે ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ એક કેલેન્ડર વર્ષમાં તમામ ટેસ્ટ સિરીઝ રમે છે, તો તેને વાર્ષિક રિટેનર કોન્ટ્રાક્ટ ઉપરાંત એવોર્ડ આપવામાં આવશે. આ પગલું ખેલાડીઓ વધુ રેડ બોલ ક્રિકેટને પ્રાધન્ય આપે તેના માટે લેવામાં આવશે. ટેસ્ટ ક્રિકેટ રમવા માટે આ એક વધારાનો ફાયદો હશે.