- શમીને રિકવર થવામાં લાગી શકે છે સમય
- સર્જરીના કારણે ટેસ્ટ સીરીઝ રમી શક્યા નહીં
- ઈંજરી હોવા છતાં વર્લ્ડ કપમાં રમ્યા શમી
લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા સ્ટાર બોલર મોહમ્મદ શમીએ પોતાની સર્જરી પૂરી કરી છે. શમીની એડીનું ઓપરેશન સફળ રહ્યું છે, શમીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું કે તેને સાજા થવામાં સમય લાગશે. પોતાની ઈજા અંગે અપડેટ આપતા શમીએ કહ્યું કે તેની એડીનું ઓપરેશન સફળ રહ્યું છે. સ્ટાર બોલરે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ લખી હતી. શમીએ લખ્યું- હું મારા પગ પર પાછો ઉભો થવા માટે ઉત્સુક છું. શમીએ કુલ ચાર ફોટા શેર કર્યા છે, જેમાં તે હોસ્પિટલમાં દાખલ જોવા મળે છે.
સર્જરીના કારણે IPL 2024માંથી બહાર હતો
સર્જરીને કારણે તે IPL 2024માંથી બહાર હતો, જેના કારણે ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો પડ્યો હતો. શમી ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં પણ રમી શક્યો ન હતો, તે ભારત માટે છેલ્લે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યો હતો.
PM મોદીનો ખાસ સંદેશ
સર્જરીમાંથી સાજા થઈ રહેલા શમી માટે PM મોદીએ ખાસ સંદેશ આપ્યો છે, X પોસ્ટ કરીને લખ્યું કેૃ 'મને તમારી હિંમત પર વિશ્વાસ છે, તમે ઝડપથી સ્વસ્થ થાઓ એવી મારી શુભેચ્છાઓ.
શમી ઈજા છતાં વર્લ્ડ કપમાં રમ્યો હતો
શમીએ વર્લ્ડ કપની 7 મેચમાં 24 વિકેટ લઈને ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું, તે આ ટૂર્નામેન્ટમાં દર્દ હોવા છતાં રમ્યો. બોલિંગ કરતી વખતે તેને લેન્ડિંગમાં સમસ્યા થઈ રહી હતી. પરંતુ તેણે તેના પરફોર્મન્સ પર તેની અસર થવા ન દીધી. હાલમાં જ શમીને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. શમીએ એક દાયકાથી વધુની કારકિર્દીમાં 229 ટેસ્ટ, 195 વનડે અને 24 ટી-20 વિકેટ લીધી છે.
આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે
શમીએ IPL 2023માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ 17 મેચમાં 18.64ની એવરેજથી સૌથી વધુ 28 વિકેટ લીધી હતી. શમીની સમગ્ર આઈપીએલ કારકિર્દી ધમાકેદાર રહી છે. અત્યાર સુધીમાં તેણે 110 IPL મેચ રમી છે, જેમાં તેણે 26.87ની એવરેજ અને 8.44ની ઈકોનોમી રેટથી 127 વિકેટ લીધી છે. શમીએ બે વખત એક ઇનિંગમાં ચાર વિકેટ લીધી છે.