• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ
  • આ ટેસ્ટ સિરીઝ 25 જાન્યુઆરીથી શરૂ થશે
  • મોહમ્મદ શમી ઈજાના કારણે ટીમમાંથી બહાર

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડકપ 2023માં પોતાની ઘાતક બોલિંગથી ધૂમ મચાવી દીધી હતી. પરંતુ ત્યારથી તે હજુ પણ ટીમ ઈન્ડિયાની બહાર છે. એક રિપોર્ટ અનુસાર શમી ઈજાગ્રસ્ત છે. ઈજાના કારણે શમીને હજુ થોડા દિવસો ટીમ ઈન્ડિયાથી દૂર રહેવું પડશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. શમીનું નામ પ્રથમ બે મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યું નથી.

શમીના વાપસી મુશ્કેલ

શમીએ ઘણી મેચોમાં શાનદાર બોલિંગ કરીને મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ હાલ તે ક્રિકેટથી દૂર છે. એક રિપોર્ટ અનુસાર, શમી તેની ઈજામાંથી બહાર આવવા માટે લંડન જઈ શકે છે. તેઓ ત્યાંના નિષ્ણાતોની સલાહ લેશે. રિપોર્ટ અનુસાર શમી હાલ બેંગલુરુમાં છે. તે અહીં NCA સ્પોર્ટ્સ સાયન્સ હેડ નીતિન પટેલ સાથે જોવા મળ્યો હતો. બોર્ડના અધિકારીઓના અભિપ્રાય બાદ જ શમી લંડન જશે.

ઉલ્લેખનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ માટે શમીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ચાહકોને આશા હતી કે તે ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં જગ્યા બનાવી શકશે. પરંતુ હાલમાં શમીના વાપસીને લઈને કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

  • પહેલી ટેસ્ટ: 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ)
  • બીજી ટેસ્ટ: 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ (ડૉ વાયએસ રાજશેખર ક્રિકેટ સ્ટેડિયમ)
  • ત્રીજી ટેસ્ટ: 15-19 ફેબ્રુઆરી, રાજકોટ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
  • ચોથી ટેસ્ટ: 23-27 ફેબ્રુઆરી, રાંચી (JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ)
  • પાંચમી ટેસ્ટ: 7-11 માર્ચ, ધર્મશાળા (હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)

  • Follow us on: