ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર એમએસ ધોનીની લોકપ્રિયતા આજે પણ કોઈનાથી છુપી નથી. માહીએ 15 ઓગસ્ટ 2020ના રોજ જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. પરંતુ કેપ્ટન કૂલ IPLમાંથી નિવૃત્ત થયો ન હતો. તે હાલમાં CSK ટીમનો સૌથી મહત્વપૂર્ણ સભ્ય છે. જોકે, માહીને વર્ષ 2019માં તેના જુનિયર ખેલાડી પર ગુસ્સો આવ્યો હતો. જેનો ખુલાસો હવે તેના સાથી ખેલાડીએ 5 વર્ષ બાદ કર્યો છે.


એમએસ ધોનીનો ગુસ્સો

માહીને કેપ્ટન કૂલ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ઘણી વખત તે મેદાન પર પોતાના સાથી ખેલાડીઓથી ગુસ્સે થતો પણ જોવા મળ્યો છે. મનીષ પાંડે સાથે બેટિંગ કરતી વખતે ધોની એક વખત જાહેરમાં ગુસ્સે થયો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે, હવે તેના ભૂતપૂર્વ સાથી ખેલાડી મોહિત શર્માએ ધોનીના ગુસ્સા વિશે ખુલાસો કર્યો છે, જ્યારે તેણે પોતાનો ગુસ્સો તેના જુનિયર ખેલાડી પર ઠાલવ્યો હતો.

મોહિત શર્માએ એક ઈન્ટરવ્યૂમાં ધોની અને દીપક ચહર વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે વર્ષ 2019માં દીપક CSK માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો હતો. આ સિઝનમાં દીપકે 22 વિકેટ પણ લીધી હતી. ચેન્નાઈમાં એક મેચ દરમિયાન દીપકે નકલ બોલ ફેંક્યો હતો. આ બોલ પર ફોર કે સિક્સર ફટકારવામાં આવી હતી. જે બાદ ધોનીએ દીપકને નકલ બોલ નાખવાની મનાઈ કરી હતી. પરંતુ દીપકે પછીના થોડા બોલ પછી ફરી નકલ બોલ ફેંક્યો. આ પછી ધોની દીપક પાસે આવ્યો અને કહ્યું, 'તું મૂર્ખ નથી, હું મૂર્ખ છું'. હવે મોહિત શર્મા ફરી એકવાર ધોની અને દીપકની આ સ્ટોરીને સોશિયલ મીડિયા પર શેર કરીને ચર્ચામાં લાવ્યા છે.

CSK માટે મોહિતની શાનદાર સફર

મોહિત શર્મા 4 વર્ષથી CSK માટે રમ્યો છે. અગાઉ તેણે 2013 થી 2015 સુધી પીળી જર્સી માટે સેવા આપી હતી. આ પછી મોહિત 2019માં યલો આર્મી માટે પણ રમ્યો હતો. મોહિતે CSK માટે 57 વિકેટ લીધી છે. જો કે, હાલમાં મોહિત શર્મા ગુજરાત ટાઇટન્સનો ભાગ છે. તે છેલ્લા 3 વર્ષથી આ ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.


  • Follow us on: