IPL 2025ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ફેન્સ તેમના મનપસંદ ખેલાડીઓને ફરી એકવાર મેદાન પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાય છે. IPL 2025 મેગા ઓક્શનને ધ્યાનમાં રાખીને, હવે બધાની નજર રિટેન્શન નિયમો પર છે, જેના સંબંધમાં તાજેતરમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ અપડેટ હેઠળ, BCCI દ્વારા IPL 2025 રીટેન્શન નિયમોની સત્તાવાર જાહેરાત માટે સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, નિયમો જારી થયા પછી, તે સ્પષ્ટ થશે કે મેગા ઓક્શન પહેલા તમામ ટીમો મહત્તમ કેટલા ખેલાડીઓને જાળવી શકે છે.
જાણો રિટેન્શન નિયમો
હાલમાં, IPL 2025 રિટેન્શન નિયમોને લઈને ઘણા પ્રકારના સમાચાર ચાલી રહ્યા છે. જો કે, આ દરમિયાન, એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રીટેન્શન નિયમો 25 સપ્ટેમ્બરના રોજ જારી કરવામાં આવશે. ચાલી રહેલી ચર્ચાઓના આધારે, તમામ ટીમોને IPL 2025ને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ 5 ખેલાડીઓને જાળવી રાખવાની સુવિધા મળી શકે છે, જ્યારે ફ્રેન્ચાઇઝી પણ મેગા ઓક્શનમાં મર્યાદિત ખેલાડીઓ માટે RTM કાર્ડનો ઉપયોગ કરી શકશે.
રિટેન કરવામાં આવનાર ખેલાડીઓમાં ત્રણ ભારતીય અને બે વિદેશી ક્રિકેટરોની પસંદગીને આખરી ઓપ અપાઈ શકે છે. દેખીતી રીતે, આ અહેવાલ હેઠળ, હવે તમામ ફ્રેન્ચાઇઝી ટીમો તેમના મુખ્ય ખેલાડીઓની પસંદગી કરવાનું શરૂ કરશે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે ઘણા મોટા ખેલાડીઓ ફરી તેમની જૂની ટીમો માટે રમતા જોવા મળશે કે પછી ફેન્સ તેમને નવી જર્સીમાં મેદાનમાં જોશે.
અનકેપ્ડ પ્લેયર અંગે નિયમ
IPL 2025માં અનકેપ્ડ પ્લેયરનો નિયમને લઈ ભૂતકાળમાં એક સમાચાર સામે આવ્યા હતા કે BCCI તેના જૂના નિયમોમાંથી એકને પાછો લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ નિયમ હેઠળ, જો કોઈ ખેલાડી 5 વર્ષ કે તેથી વધુ સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હોય તો તેને અનકેપ્ડ ખેલાડી તરીકે IPLમાં સામેલ કરી શકાય છે. IPL 2021 બાદ આ નિયમ હટાવી દેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, જો આ નિયમ ફરીથી લાગુ કરવામાં આવે છે, તો મહેન્દ્ર સિંહ ધોની સહિત અન્ય ઘણા મોટા ખેલાડીઓ IPL 2025માં ફ્રેન્ચાઇઝી પર વધુ બોજ નાખ્યા વિના રમતા જોવા મળી શકે છે.