- 30 ઓગસ્ટથી એશિયા કપની થશે શરૂઆત
- એશિયા કપ પહેલાં બાંગ્લાદેશને લાગ્યો ઝટકો
- ફાસ્ટ બોલર ઈબાદત હુસૈન ઈજાગ્રસ્ત થયો
એશિયા કપ 2023ની શરૂઆત 30 ઓગસ્ટથી થશે. આ વખતે પાકિસ્તાન એશિયા કપનું મેજબાન છે, પરંતુ ભારતે પાકિસ્તાનમાં રમવા જવા માટે ઈન્કાર કર્યો છે. જેથી ટૂર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં અને 9 મેચ શ્રીલંકામાં રમવામાં આવશે. આ તમામ વચ્ચે બાંગ્લાદેશની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશનો સ્ટાર ફાસ્ટ બોલર ઈબાદત હુસૈન ઈજાગ્રસ્ત થયો છે. જેથી તે ટૂર્નામેન્ટથી બહાર થયો છે. ઈબાદત હુસૈને પોતાના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી છે.
ઈબાદત ગત મહિને ઈજાગ્રસ્ત થયો હતો













