• ભારતીય ક્રિકેટ ટીમ માટે નવેમ્બર મહિનો રહેવાનો મહત્વનો
  • કેપ્ટન પેટ કમિન્સે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની તૈયારીઓ વિશે વાત કરી
  • 2 મહિના સુધી બોલિંગથી સંપૂર્ણપણે દૂર રહેશે પેટ કમિન્સ

ભારતીય ક્રિકેટ ટીમ માટે નવેમ્બર મહિનો મહત્વનો રહેવાનો છે, કારણ કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધી રમાવાની છે. બંને ટીમ આતુરતાથી તેની રાહ જોઈ રહી છે. ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર અને કેપ્ટન પેટ કમિન્સ આ ટ્રોફી માટે કોઈ કસર છોડવા માંગતો નથી. તેણે તેના મહત્વ અને તેની તૈયારીઓ વિશે વાત કરી છે.

2 મહિના સુધી બોલિંગથી સંપૂર્ણપણે દૂર રહેશે પેટ કમિન્સ

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર અને કેપ્ટન પેટ કમિન્સે આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પોતાની તૈયારીની રણનીતિ જાહેર કરી છે. કમિન્સે જાહેરાત કરી છે કે તે પોતાના શરીરને આરામ આપવા અને આવનારી કપરી ક્રિકેટ સિઝનની તૈયારી માટે આઠ અઠવાડિયા સુધી બોલિંગથી દૂર રહેશે.

પેટ કમિન્સે લીધો બ્રેક

પેટ કમિન્સે કહ્યું- "કેટલાક સમય સુધી સતત રમવાને કારણે મારા હેમસ્ટ્રિંગ અને પગની ઘૂંટીઓ પર અસર થઈ છે. હું આ બ્રેકનો ઉપયોગ મારા શરીરને સંપૂર્ણપણે સ્વસ્થ કરવા અને શક્તિ વધારવા માટે કરીશ." તેણે આગળ કહ્યું, "આ બ્રેક મને તાજા વાપસી કરવામાં અને ઈજાઓથી બચવામાં મદદ કરશે. હું છેલ્લા 18 મહિનાથી સતત બોલિંગ કરી રહ્યો છું, તેથી મારા માટે આ બ્રેક જરૂરી હતો."

પેટ કમિન્સે જણાવ્યું ટ્રોફીનું મહત્વ

ભારત 2017થી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખવામાં સફળ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, ભારતે સતત ચાર શ્રેણી જીતી છે, જેમાં 2018/19 અને 2020/21માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઐતિહાસિક જીતનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લે જ્યારે ટ્રોફી જીતી ત્યારે કમિન્સ પાસે માત્ર એક જ ટેસ્ટ કેપ હતી.

કમિન્સે કહ્યું- "આ એવી ટ્રોફી છે જે મેં પહેલા ક્યારેય જીતી નથી, આ એક એવી ટ્રોફી છે જે અમારા ગ્રુપના ઘણા ખેલાડીઓ હજુ સુધી જીતી શક્યા નથી. અમે છેલ્લા કેટલાક વર્ષોમાં ટેસ્ટ ક્રિકેટમાં કેટલીક અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરી છે. અમે અમારી ઘરઆંગણે શ્રેણી જીતવાનો વિશ્વાસ છે, પરંતુ ટોચની ટીમોમાં આવવા માટે અમારે દરેક શ્રેણી જીતવી પડશે."

  • Follow us on: