- ICCએ અંડર-19 મહિલા વર્લ્ડકપનું શેડ્યૂલ જાહેર કર્યું
- મલેશિયા કરશે અંડર-19 મહિલા વર્લ્ડકપની યજમાની
- આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે
ICC દ્વારા અંડર-19 મહિલા વર્લ્ડકપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે આ ટૂર્નામેન્ટ મલેશિયાની યજમાનીમાં રમાશે. 18 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ વર્લ્ડકપમાં કુલ 16 ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા તમામ ટીમો 13 થી 16 જાન્યુઆરી સુધી પ્રેક્ટિસ મેચ પણ રમશે. આ વખતે અંડર-19 મહિલા વર્લ્ડકપની બીજી આવૃત્તિ હશે. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટની પ્રથમ આવૃત્તિનો ખિતાબ જીત્યો હતો. આ વખતે ભારતીય ટીમ 19 જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે, જેને દરેક 4 ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી













