- T20 વર્લ્ડકપ વચ્ચે ક્રિકેટ ચાહકો માટે દુ:ખદ સમાચાર
- ભારતના પૂર્વ ફાસ્ટ બોલરે કરી આત્મહત્યા
- પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેએ દુ:ખ વ્યક્ત કર્યું
T20 વર્લ્ડકપ 2024 વચ્ચે ભારતીય ક્રિકેટ ચાહકો માટે દુ:ખદ સમાચાર છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ડેવિડ જોન્સને આત્મહત્યા કરી લીધી છે. 53 વર્ષીય ડેવિડ જોન્સને બેંગલુરુમાં પોતાના ઘરના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. જોકે તેણે આવું પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. આ અંગે માહિતી આપતા કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA)ના એક અધિકારીએ જણાવ્યું કે, તેમણે બાલ્કનીમાંથી કુદીને આત્મહત્યા કરી હોવાની માહિતી મળી હતી. આ પછી તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હોસ્પિટલમાં ડોક્ટરોએ ડેવિડને મૃત જાહેર કર્યા હતા.
ડેવિન જોન્સનની કારકિર્દી કેવી હતી?













