• T20 વર્લ્ડકપ 2024માં ગ્રુપ સ્ટેજની સફર પૂરી થઈ
  • T20 વર્લ્ડકપમાં સુપર-8 માટે જંગ શરૂ થઈ ગઇ
  • દિગ્ગજોએ સેમિ ફાઇનલ માટે ભવિષ્યવાણી કરી

T20 વર્લ્ડકપ 2024માં ગ્રુપ સ્ટેજની સફર પૂરી થઈ ગઈ છે. હવે ટૂર્નામેન્ટમાં સુપર-8 માટે જંગ શરૂ થઈ ગયો છે. સુપર-8માં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને યુએસએ વચ્ચે ટક્કર થશે. જે ચાર ટીમો સારો દેખાવ કરશે તે સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. સુપર-8માં પહોંચેલી આ આઠ ટીમો સેમિફાઇનલમાં પહોંચવા માટે તમામ તાકાત લગાવી રહી છે. દરમિયાન, ક્રિકેટ ચાહકો સેમિફાઇનલમાં પહોંચનાર ટીમો વિશે અનુમાન લગાવી રહ્યા છે. આ ક્રમમાં ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ પણ પોતાની અટકળો વ્યક્ત કરી છે.

ડેલ સ્ટેને ઈંગ્લેન્ડને બહાર કર્યું

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેનના જણાવ્યા અનુસાર, T20 વર્લ્ડકપ 2024માં ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો સેમિફાઈનલમાં પહોંચી શકે છે. ડેલ સ્ટેનની આ અટકળો આશ્ચર્યજનક છે કારણ કે તેણે સેમિફાઈનલમાં પહોંચનારી ટીમોમાં ઈંગ્લેન્ડને સ્થાન આપ્યું નથી. જ્યારે ઈંગ્લેન્ડની ટીમે વેસ્ટ ઈન્ડિઝને કારમી હાર આપીને સારા નેટ રન રેટ સાથે સુપર-8ની શરૂઆત કરી છે. ઈંગ્લેન્ડ ટી-20ની વર્તમાન ચેમ્પિયન પણ છે.


શોન પોલાકે ચોંકાવ્યા

શૉન પોલાકે સેમિફાઈનલમાં પહોંચનારી ટીમના નામો આપ્યા જેણે કૌને ચોંકાવ્યા છે. તેણે ઈંગ્લેન્ડની ટીમને પણ સેમીફાઈનલની રેસમાંથી બહાર જાહેર કરી દીધી છે. શોન પોલાકના મતે ગ્રુપ-1માંથી ભારત અને ઓસ્ટ્રેલિયા અને ગ્રુપ-2માંથી દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ T20 વર્લ્ડકપ 2024ની સેમિફાઈનલમાં પહોંચી શકે છે.

ડેની મોરિસન

ન્યૂઝીલેન્ડના આ પૂર્વ દિગ્ગજ ખેલાડીએ પોતાની અટકળોમાં ઈંગ્લેન્ડની ટીમનો સમાવેશ કર્યો છે. ડેની મોરિસનના મતે ભારત, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની ટીમો સેમીફાઈનલમાં પહોંચી શકે છે. ડેની મોરિસને દક્ષિણ આફ્રિકાને સેમિફાઇનલની રેસમાંથી બહાર જાહેર કરી દીધું છે. દક્ષિણ આફ્રિકાએ સુપર-8માં યુએસએને હરાવીને મજબૂત શરૂઆત કરી છે. હવે જોવાનું એ રહેશે કે આ ખેલાડીઓની ભવિષ્યવાણી કેટલી સાચી સાબિત થાય છે.

  • Follow us on: