પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ જસપાલ રાણાનું શુક્રવારે અવસાન થયું છે. રાણા એશિયન ગેમ્સના ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક વિજેતા છે અને ઓલિમ્પિકમાં બે વાર મેડલ જીતી ચૂકેલી સ્ટાર નિશાનેબાજ મનુ ભાકરના કોચ રહી ચૂક્યા છે. રાણાનું 49 વર્ષની વયે અવસાન થયું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે જર્મનીથી પરત ફર્યા બાદ અચાનક જ તેમની તબિયત બગડી ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમનું નિધન કયા કારણે થયું તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી.
મ્યુનિખ વર્લ્ડ કપથી પરત ફર્યા બાદ તબિયત લથડી
રાણા મ્યુનિખમાં આઈએસએસએફ (ISSF) વર્લ્ડ કપ પછી જર્મનીથી પરત ફર્યા હતા. તેઓ હાલમાં ભારતીય પિસ્તોલ શૂટર્સના હાઈ પરફોર્મન્સ કોચ તરીકે કાર્યરત હતા. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બે સુવર્ણ તેમજ બે રજત ચંદ્રક જીત્યા હતા.

એરપોર્ટ પરથી સીધા હોસ્પિટલ ખસેડાયા
નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) ના એક સૂત્રએ જણાવ્યું કે, હા, જસપાલને ફ્લાઈટમાં કેટલીક તકલીફો થઈ રહી હતી અને દિલ્હીમાં ઉતર્યા બાદ તેઓ સીધા હોસ્પિટલ ગયા હતા. ત્યાં, તેમની તપાસ કરવામાં આવી અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું.
આ પણ વાંચો-Trending Movie : 3 દિવસમાં 63 દેશોમાં નંબર વન બની આ ફિલ્મ, દુનિયાભરમાં છવાયો ક્રેઝ!
આ પણ વાંચો-Trending Movie : 3 દિવસમાં 63 દેશોમાં નંબર વન બની આ ફિલ્મ, દુનિયાભરમાં છવાયો ક્રેઝ!
