• ટીમ ઈન્ડિયા પાકિસ્તાન રમવા નહીં જાય
  • 19 ફેબ્રુઆરીથી 9 માર્ચની વચ્ચે કરાશે ટૂર્નામેન્ટનું આયોજન
  • તમામ મેચના વેન્યૂને લઈને પણ કરાઈ જાહેરાત

કરોડો ક્રિકેટ ચાહકોમાં ICC T20 વર્લ્ડકપ 2024નો ઉત્સાહ છે. વર્લ્ડકપની દરેક મેચ બાદ સુપર-8નું સમીકરણ બદલાઈ રહ્યું છે. વર્લ્ડકપ 2 જૂનથી શરૂ થયો હતો, જેની ફાઈનલ 29 જૂને રમાશે. બીજી તરફ આજે એટલે કે 9મી જૂને વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. આ દરમિયાન, ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં રમાશે. હવે આ માટેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. તો જાણો ICC ટૂર્નામેન્ટ ક્યારે રમાશે.

 

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ક્યારે રમાશે?

પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરવા જઈ રહ્યું છે કે કેમ તે અંગે ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ટીમ ઈન્ડિયાનું કહેવું છે કે તે ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. બીસીસીઆઈનું કહેવું છે કે તેના ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ રમવા પાકિસ્તાન નહીં જાય. જો ભારતની મેચ અન્ય કોઈ દેશમાં યોજાશે. જો કે, પાકિસ્તાને આ અંગે ICCને ફરિયાદ પણ કરી છે, આ સાથે તેણે એ પણ જાહેરાત કરી છે કે ભારતની તમામ મેચ કયા સ્થળે યોજાશે. આ એપિસોડમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની તારીખ જાહેર કરવામાં આવી છે. મળી રહેલી માહિતિ અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન 19 ફેબ્રુઆરીથી 9 માર્ચની વચ્ચે કરવામાં આવશે.

 

આજે ભારત-પાક મેચ રમાશે

ICC T20 વર્લ્ડ કપ 2024નો રોમાંચક તબક્કો ચાલુ છે. વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતે આયર્લેન્ડને હરાવ્યું હતું. ભારત અને આયર્લેન્ડ વચ્ચેની આ મેચ 5 જૂને અમેરિકાના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. હવે ભારત આજે એટલે કે 9 જૂને પાકિસ્તાન સામે વર્લ્ડ કપની બીજી મેચ રમવા જઈ રહ્યું છે. આ મેચ પણ નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં જ રમાશે. જો ભારત આજે જીતશે તો તે સુપર 8 માટે મજબૂત બિડ કરશે. તે જ સમયે, જો પાકિસ્તાન જીતશે તો તે પણ સુપર-8ની રેસમાં રહેશે. 

  • Follow us on: