• ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે કવાયત શરૂ થઈ છે
  • પાકિસ્તાન CTનું આયોજન દુબઈમાં કરી શકે છે
  • ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો ભાગ લેશે

T20 વર્લ્ડકપ પછી, આવતા વર્ષે યોજાનારી 50 ઓવરની ટૂર્નામેન્ટ ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે કવાયત શરૂ થઈ ગઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન કરશે. તેનું આયોજન 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 દરમિયાન થઈ શકે છે. જો કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં તે હજુ નક્કી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એશિયા કપ જેવી ભારતની ઈવેન્ટ્સ તટસ્થ સ્થળો પર યોજવામાં આવી શકે છે. એ વાત પણ સામે આવી છે કે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન દુબઈમાં કરી શકે છે.

કેટલી ટીમો ક્વોલિફાય થઈ?

ચેમ્પિયન્સ ટ્રોફીમાં 8 ટીમો ભાગ લેશે. પાકિસ્તાન પહેલાથી જ યજમાન તરીકે ક્વોલિફાય થઈ ચૂક્યું છે. તે સિવાય અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા CT 2025 માટે ક્વોલિફાય થયા છે. પાકિસ્તાન સિવાય, ક્વોલિફાઇંગ દેશોએ 2023 ક્રિકેટ વર્લ્ડકપ દ્વારા ક્વોલિફાય કર્યું છે.

પાકિસ્તાનના ત્રણ સ્થળોની પસંદગી

એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તેનું આયોજન પાકિસ્તાનમાં થાય છે તો લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ, કરાચીના નેશનલ સ્ટેડિયમ અને રાવલપિંડીના રાવલપિંડી સ્ટેડિયમમાં આયોજિત થઈ શકે છે. ભારત, પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની ટીમોને ગ્રુપ Aમાં રાખવામાં આવી શકે છે. જ્યારે ગ્રુપ બીમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમો સામેલ થઈ શકે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્પર્ધા ક્યારે થશે?

સંભવિત કાર્યક્રમ અનુસાર, પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 19 ફેબ્રુઆરીએ રમાશે. જ્યારે ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. આ પછી 23 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે અને પછી 1 માર્ચ 2025ના રોજ પાકિસ્તાન સામે મેચ રમાશે. એટલે કે દરેક ટીમ 3-3 મેચ રમશે. આ પછી, બંને જૂથમાંથી ટોચની 2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ તેનો ડ્રાફ્ટ ICCને સુપરત કર્યો છે.

  • Follow us on: