- ચેમ્પિયન ટ્રોફી 2025ની આયોજન પાકિસ્તાનમાં થવાનું છે
- ટુર્નામેન્ટ ફેબ્રુઆરી-માર્ચ 2025માં આયોજિત થવાની છે
- ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાની કોઈ શક્યતા નથી
ચેમ્પિયન ટ્રોફી 2025ની આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. પાકિસ્તાની મીડિયા અને તેમના ભૂતપુર્વ ક્રિકેટર ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને વિવિધ દાવાઓ કરી રહ્યા છે.આ ટુર્નામેન્ટ ફેબ્રુઆરી-માર્ચ 2025માં પાકિસ્તાનમાં આયોજિત થવાની છે.
માત્ર 8 ટીમોની આ ટુર્નામેન્ટ માટે 6 ટીમો પાકિસ્તાન જવા માટે તૈયાર છે પરંતું ભારત ચેમ્પિયન ટ્રોફી રમવા પાકિસ્તાન જશે કે નહીં તેની હજુ સુધી સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. પાકિસ્તાની મીડિયા દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ટીમે ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન આવવું પડશે અથવા ટીમ ઈન્ડિયા વિના ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.
BCCIને ભારત સરકારની પરવાનગીની જરૂર પડશે
ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાની કોઈ શક્યતા નથી. ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવા માટે BCCIને ભારત સરકારની પરવાનગીની જરૂર પડશે અને હાલમાં બંને દેશોના સંબંધોને જોતા એવું થતું હોય તેવું લાગતું નથી. જો કે પાકિસ્તાન તરફથી મોટા દાવા કરવામાં આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે જોડાયેલા સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે બોર્ડ આ વખતે હાઇબ્રિડ મોડલ માટે તૈયાર નહીં હોય અને તેને આશા છે કે ICC BCCIને આ ટુર્નામેન્ટ માટે ટીમ મોકલવા માટે રાજી કરશે.
PCBના પગલાથી ICC આશ્ચર્યચકિત
PCBના આ વલણથી ICC આશ્ચર્યચકિત છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ICCના અધિકારીઓ આશ્ચર્યમાં છે કે PCBએ ટીમ ઈન્ડિયાને લઈને અન્ય કોઈ યોજના તૈયાર કરી નથી. જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જવા માટે તૈયાર નથી, તો તે સ્થિતિમાં હાઈબ્રિડ મોડલ પર જ ટૂર્નામેન્ટનું આયોજન શક્ય છે. જો PCB પણ પોતાના સ્ટેન્ડ પર અડગ રહેશે તો BCCI ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરવા તૈયાર છે. હવે જો ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે તો તેનાથી ટૂર્નામેન્ટની લોકપ્રિયતા તો ઘટશે જ પરંતુ ICCને પણ મોટું નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં ICC PCB પર દબાણ બનાવે તેવી શક્યતા છે.
શું પાકિસ્તાન પણ આપશે જવાબ?
આ સિવાય એશિયા કપ 2025 પણ ચર્ચામાં આવ્યો છે. ભારતને એક દિવસ પહેલા જ આ ટુર્નામેન્ટની યજમાની મળી હતી. આના સંદર્ભમાં, પાકિસ્તાનમાં પહેલાથી જ અવાજો ઉઠવા લાગ્યા છે કે PCBએ પણ આ ટૂર્નામેન્ટ માટે તે જ અભિગમ અપનાવવો જોઈએ જે રીતે BCCI ચેમ્પિયન્સ ટ્રોફી માટે અપનાવી રહ્યું છે.