- અધવચ્ચે જ પડી ગયો બેટ્સમેન, બોલરે દેખાડી માનવતા
- T20 બ્લાસ્ટ 2024 લીગમાં જોવા મળ્યો આ નજારો
- ક્રિસ વુડની ચોમેર થઇ રહી છે પ્રશંસા
ક્રિકેટના મેદાનમાં જ્યારે બે ટીમો સામસામે હોય છે ત્યારે બંને ટીમો જીતવા માટે પુરી તાકાત લગાવે છે. . જ્યારે બોલર કંઈપણ કરીને વિરોધી બેટ્સમેનની વિકેટ લેવાનો પ્રયાસ કરે છે. પરંતુ હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બોલરે ખેલદિલી બતાવીને ક્રિઝ પર પડી ગયેલ ઇજાગ્રસ્ત બેટ્સમેનને રન આઉટ કર્યો ન હતો. ક્રિકેટ પ્રેમીઓ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ વીડિયોએ મચાવી ધૂમ
T20 બ્લાસ્ટ 2024 લીગમાં હેમ્પશાયર અને કેન્ટ વચ્ચે રમાયેલી મેચમાં દર્શકોને એક એવો નજારો જોવા મળ્યો જેની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. આ મેચની છેલ્લી ઓવર ક્રિસ વુડ કરી રહ્યા હતા. જેના એક બોલ પર જૉય એવિસને ધારદાર શોટ માર્યો. શોટ લગાવ્યા બાદ નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઉભેલા બેટ્સમેન મેથ્યુ પાર્કિન્સન દોડવા દોડ્યા હતા જે દરમિયાન બોલ તેમનો વાગ્યો હતો. બોલ વાગતાની સાથે જ મેથ્યુ પાર્કિન્સન હાફ ક્રિઝમાં પડી ગયો હતો.
ક્રિસ વૂડના થયા વખાણ
આવી સ્થિતિમાં ક્રિસ વુડ તેને સરળતાથી રનઆઉટ કરી શક્યો હોત પરંતુ તેની રમતની ભાવના બતાવી. તેણે મેથ્યુ પાર્કિન્સનને રન આઉટ કર્યો ન હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દરેક લોકો ક્રિસ વૂડના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ મેચમાં બોલિંગ કરતી વખતે ક્રિસ વૂડે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
હેમ્પશાયર મેચ જીતી ગયું
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા કેન્ટે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. કેન્ટ તરફથી બેટિંગ કરતા સેમ બિલિંગે 30 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. આ પછી હેમ્પશાયરે 166 રનનો ટાર્ગેટ 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. હેમ્પશાયર તરફથી બેટિંગ કરતા જો વેધરલીએ 32 બોલમાં 49 રન બનાવ્યા હતા. કેન્ટ તરફથી બોલિંગ કરતી વખતે જોય એવિસને 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી હતી.