આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ રમાઈ રહી છે. જેમાં સમરસેટ અને સરે વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. આ મેચમાં કંઈક એવું બન્યું જે મેચ દરમિયાન ભાગ્યે જ જોવા મળે છે. કેપ્ટને મેચ જીતવા માટે એવી રણનીતિ બનાવી કે બોલિંગ ટીમના તમામ 11 ખેલાડીઓ એક જ ફ્રેમમાં આવી ગયા. એક પણ બેટ્સમેનને આઉટ કરવા માટે કેપ્ટને તેના તમામ 10 ફિલ્ડરોને ક્રીઝની નજીક બોલાવ્યા હતા.


સમરસેટના કેપ્ટનની વ્યૂહરચના કામ કરી ગઈ

સમરસેટ અને સરે વચ્ચે રમાયેલી મેચ છેલ્લી 10 મિનિટમાં સરેની ટીમે જીતી લીધી હતી. વાસ્તવમાં, મેચ સમાપ્ત થવામાં 10 મિનિટ બાકી હતી અને સમરસેટને મેચ જીતવા માટે એક વિકેટની જરૂર હતી. જે બાદ સમરસેટના કેપ્ટન લુઈસ ગ્રેગરીએ તેના તમામ 10 ફિલ્ડરોને ક્રિઝની નજીક બોલાવ્યા અને પછી આખી ટીમે સરેના બેટ્સમેન ડેનિયલ વોરલ પર દબાણ બનાવવાનું શરૂ કર્યું. અંતે, સમરસેટના કેપ્ટન લુઈસ ગ્રેગરીની આ ખાસ રણનીતિ ટીમ માટે કામ કરી ગઈ અને દબાણમાં બેટ્સમેને પોતાની વિકેટ ગુમાવી દીધી. જેના કારણે સમરસેટે 112 રને મેચ જીતી લીધી હતી.

આ રીતે 10 ફિલ્ડરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો'

મેચમાં છેલ્લી વિકેટ મેળવવા માટે, સમરસેટના કેપ્ટને તેના 10 ફિલ્ડરોને 3 સ્લિપ, 1 લેગ સ્લિપ, 2 શોર્ટ લેગ, 1 સિલી પોઈન્ટના રૂપમાં વહેંચ્યા હતા. જ્યારે બધા ફિલ્ડરો બેટ્સમેનને ઘેરી રહ્યા હતા ત્યારે જેક લીચ તેની સામે બોલિંગ કરી રહ્યો હતો. જે બાદ બેટ્સમેન દબાણમાં LBW આઉટ થયો હતો.

માઈકલ વોનના પુત્રએ શાનદાર પ્રદર્શન કર્યું હતું

આ મેચમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનના પુત્ર આર્ચી વોને શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. જેના કારણે સમરસેટનો વિજય થયો છે. આ મેચમાં આર્ચી વોને કુલ 11 વિકેટ લીધી હતી. આ સિવાય જેક લીચે પણ શાનદાર બોલિંગ કરીને 9 વિકેટ ઝડપી હતી.


  • Follow us on: