• વર્લ્ડ કપની પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે
  • વર્લ્ડ કપનો ખુમાર ગુગલ પર જોવા મળી રહ્યો છે
  • ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યા મેચ શરુ થશે

આજથી વર્લ્ડ કપ 2023ની પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ક્રિક્રેટ પ્રેમીઓમાં વર્લ્ડ કપને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માત્ર ક્રિક્રેટ રસિયાઓ નહી પરંતુ હાલ તો ગુગલ પર પણ ક્રિક્રેટનો ખુમાર છવાયેલો જોવા મળે છે. ગુગલે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને એક ખાસ પ્રકારનું ડૂડલ બનાવ્યું છે.

ગુગલ પર ક્રિક્રેટનો ક્રેઝ

ક્રિકેટનો ક્રેઝ હવે Google પર પણ ફેલાવા લાગ્યો છે. ગૂગલે આજથી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ખાસ ડૂડલ રજૂ કર્યું છે. આ ડૂડલ્સ એનિમેટેડ સ્વરૂપમાં છે. આ ડૂડલમાં બે બતક પીચ પર બેટ સાથે પાંખોમાં દોડતી જોવા મળે છે. Google શબ્દમાં l ને બેટનો આકાર પણ આપવામાં આવ્યો છે. આ ગૂગલ ડૂડલને સોશિયલ મીડિયા પર શેર કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.


વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં હવે વધુ સમય બાકી નથી. આ ટુર્નામેન્ટ થોડા કલાકો પછી ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ સાથે શરૂ થશે. આ ODI વર્લ્ડ કપની 13મી આવૃત્તિ છે. ભારતમાં આયોજિત આ વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. આ વર્લ્ડ કપ 46 દિવસ ચાલવાનો છે. આ દરમિયાન કુલ 48 મેચો રમાશે. આ મેચો વિવિધ શહેરોમાં 10 સ્ટેડિયમમાં રમાશે.

દરેક ટીમની ઓછામાં ઓછી 9-9 મેચ હશે

આ વખતે તમામ ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે. અહીં, રાઉન્ડ રોબિન મેચો હેઠળ, દરેક ટીમ અન્ય તમામ 9 ટીમો સાથે એક-એક મેચ રમશે. સૌથી વધુ પોઈન્ટ ધરાવતી ચાર ટીમ સેમીફાઈનલમાં પહોંચશે. બે સેમી ફાઈનલ મેચ બાદ ફાઈનલ મેચ રમાશે. ફાઇનલ મેચ 19 ઓક્ટોબરે રમાશે. ઓપનિંગ મેચની જેમ ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આ વખતે ટીમોની સંખ્યા પહેલા કરતા ઓછી છે

આ વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા પાછલા વર્લ્ડ કપ કરતા ઘણી ઓછી રાખવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે પહેલા બે વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વખતે વર્લ્ડ કપનો ભાગ નથી. વિન્ડીઝની ટીમ આ વખતે ક્વોલિફાય કરી શકી નથી. ભારતમાં વર્લ્ડ કપ 2023ની મેચોનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર જોઈ શકાશે. લાઇવ સ્ટ્રીમિંગ Disney+Hotstar પર ઉપલબ્ધ થશે.

  • Follow us on: