દર્શકો હંમેશા ક્રિકેટમાં રોમાંચક મેચ જોવા માટે ઉત્સુક હોય છે.જ્યારે બંને ટીમો સમાન સ્કોર બનાવે છે અને બંને ટીમો વચ્ચે સુપર ઓવરની મેચ હોય છે, ત્યારે જ ક્રિકેટના ચાહકો જ સારી રીતે સમજી શકે છે કે તે ક્ષણમાં કેટલો આનંદ અનુભવાય છે. 20 અથવા 50 ઓવરની આખી મેચ હવે આ 1-1 ઓવર દ્વારા નક્કી કરવામાં આવે છે, જેને સુપર ઓવર તરીકે ઓળખવામાં આવે છે. આ ઓવરમાં જે ટીમ વધુ રન બનાવે છે તે જીતે છે.


આ દરમિયાન પ્રશંસકોના મનમાં આ સવાલ ઉઠતો જ હશે કે સુપર ઓવરમાં અત્યાર સુધી કઈ ટીમે સૌથી વધુ રન બનાવ્યા છે. આ સવાલનો જવાબ આપીએ કે T20 ક્રિકેટમાં અત્યાર સુધી સુપર ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ટીમ કઈ છે.

વેસ્ટ ઈન્ડિઝ

સુપર ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હજુ પણ વેસ્ટ ઈન્ડિઝના નામે છે. ડિસેમ્બર 2008માં ઓકલેન્ડમાં વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 155 રન જ બનાવી શકી હતી. આ પછી સુપર ઓવર થઈ, જેમાં વેસ્ટ ઈન્ડિઝે 25 રન બનાવ્યા હતા. આ 25 રન ક્રિસ ગેલના બેટમાંથી આવ્યા હતા અને અનુભવી બોલર ડેનિયલ વેટોરી ન્યૂઝીલેન્ડ તરફથી બોલિંગ કરી રહ્યો હતો. આ લક્ષ્યના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ સુપર ઓવરમાં 2 વિકેટ ગુમાવીને માત્ર 15 રન જ બનાવી શકી હતી.

ભારત

29 જાન્યુઆરી 2020 ના રોજ, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 મેચની T20 ક્રિકેટ સિરીઝની ત્રીજી મેચ હેમિલ્ટન મેદાન પર રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડને છેલ્લી ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી. પરંતુ તે માત્ર 8 રન બનાવી શકી હતી. આ પછી સુપર ઓવર થઈ, જેમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 17 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્યનો આસાનીથી પીછો કર્યો અને 20 રન બનાવીને મેચ જીતી લીધી.

વેસ્ટ ઈન્ડિઝ

2012 T20 વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 139 રન પર જ સિમિત રહી હતી. આ નાના ટાર્ગેટનો પીછો કરતા ન્યુઝીલેન્ડને મેચના છેલ્લા બોલ પર જીત માટે 2 રનની જરૂર હતી. પરંતુ ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન બ્રેસવેલ માત્ર એક રન જ બનાવી શક્યો હતો. આ પછી સુપર ઓવર રમાઈ હતી. સુપર ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ 6 બોલમાં 18 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો 6 બોલમાં માત્ર 17 રન જ બનાવી શક્યા હતા અને આ રોમાંચક મેચમાં 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

  • Follow us on: