- ક્રિકેટ 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં પરત ફર્યું છે
- 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટ T20 ફોર્મેટમાં રમાશે
- ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશમાં વિરાટની મહત્વની ભૂમિકા
1900માં ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પછી 2028 ઓલિમ્પિકમાં ફરી ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળશે. લોસ એન્જલસમાં 2028 ઓલિમ્પિક માટે 5 નવી રમતોમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેના માટે સોમવારે મતદાન કરવામાં આવ્યું હતું.
કોહલીના કારણે ઓલમ્પિકમાં ક્રિક્રેટનો સમાવેશ કરાયો
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે. આજના યુવા ક્રિકેટરો કોહલીને પોતાનો રોલ મોડલ માને છે. ક્રિકેટમાં તેનું કદ કેટલું મોટું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે મુંબઈમાં 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાને લઈને વોટિંગ થઈ રહ્યું હતું ત્યારે તે સમયે વિરાટને લઈને ઘણી ચર્ચા થઈ હતી. એટલે કે વિરાટ કોહલીએ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર વિશ્વના ત્રીજા સૌથી વધુ ફોલોઅર્સ એથ્લેટ છે. ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ T-20 ફોર્મેટમાં રમાશે. આ ઉપરાંત, અન્ય રમતો કે જેને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) દ્વારા તેના 141મા સત્રમાં સમાવેશ માટે મંજૂરી આપવામાં આવી છે તેમાં સ્ક્વોશ, બેઝબોલ/સોફ્ટબોલ, લેક્રોસ અને ફ્લેગ ફૂટબોલનો સમાવેશ થાય છે.
કોહલીના સોશિયલ મીડિયા પર 340 મિલિયન ફોલોઅર્સ છે
ઇટાલીના ઓલિમ્પિક ચેમ્પિયન શૂટર અને LA28 સ્પોર્ટ્સ ડાયરેક્ટર નિકોલો કેમ્પ્રીઆનીએ કહ્યું, 'મને લાગે છે કે અહીં મારો મિત્ર વિરાટ કોહલી છે. જેમના સોશિયલ મીડિયા (ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ) પર 340 મિલિયન ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા એથ્લેટ્સમાં તે ત્રીજા સ્થાને છે. આ લેબ્રો જેમ્સ, ટોમ બ્રેડી અને ટાઇગર વુડ્સના કુલ ફોલોઅર્સ કરતાં વધુ છે. આ LA28 માટે જીતની સ્થિતિ છે.
ક્રિકેટ 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં પરત ફર્યું છે
લોસ એન્જલસ-28 ઓર્ગેનાઈઝિંગ કમિટિ દ્વારા ભલામણ કરાયેલ 5 સ્પોર્ટ્સનો સમાવેશ કરવાની દરખાસ્તનો મત 99 IOC સભ્યોમાંથી માત્ર 2 લોકોએ કર્યો હતો. તેઓને એક્ઝિક્યુટિવ બોર્ડની ભલામણ પર હાથ ઉપર કરીને મત આપવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી, IOC પ્રમુખ થોમસ બેચે અન્ય રમતોની સાથે ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાની જાહેરાત કરી. આ પહેલા ઓલિમ્પિકમાં માત્ર એક જ વાર ક્રિકેટ રમાઈ હતી જ્યારે ઈંગ્લેન્ડે 1900 પેરિસ ઓલિમ્પિકમાં ફ્રાંસને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.