પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને લઈને લાંબા સમયથી સુરક્ષાની ચિંતાઓ છે. 2009માં શ્રીલંકાની ટીમ પર થયેલા હુમલાએ આ મુદ્દાને વધુ ગંભીર બનાવી દીધો હતો. તે સમયે આતંકવાદી સંગઠન લશ્કર-એ-ઝાંગવીએ લાહોરમાં શ્રીલંકન ટીમની બસ પર હુમલો કર્યો હતો, જેના કારણે ઘણા ખેલાડીઓ ઘાયલ થયા હતા અને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. આ દુ:ખદ ઘટના બાદ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાનું જોખમ વધી ગયું અને ઘણી ટીમોએ ત્યાં જવાની ના પાડી દીધી. જેના કારણે પાકિસ્તાનને તેની હોમ મેચ UAEમાં યોજવી પડી હતી.



ભારતે પાકિસ્તાનની મુલાકાત લેવાની ના પાડી

9મી વખત રમાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનમાં યોજાવા જઈ રહી છે. જેમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનમાં રમવાનો ઈન્કાર કરી દીધો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ ખેલાડીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, જેના કારણે ભારતીય ટીમે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડી દીધી હતી. સુરક્ષા જોખમોને કારણે બંને દેશો વચ્ચે રમતગમતના સંબંધો પણ તંગ રહે છે અને ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે ખેલાડીઓની સુરક્ષાને લઈને કોઈ સમજૂતી થઈ શકે નહીં.


ફેબ્રુઆરી 2019 માં ઓસ્ટ્રેલિયાએ પ્રવાસ કર્યો રદ

ઓસ્ટ્રેલિયાએ સુરક્ષા કારણોસર ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાનમાં 5 મેચની વનડે સિરીઝ રમવાની હતી, પરંતુ તેમની સુરક્ષા ટીમે પ્રવાસ દરમિયાન ખતરાની શક્યતા ઊભી કરી હતી. આ કારણોસર ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનની યજમાનીનો અસ્વીકાર કર્યો અને સીરીઝ અન્ય જગ્યાએ આયોજિત કરવાનો નિર્ણય કર્યો.


સપ્ટેમ્બર 2021માં ન્યુઝીલેન્ડે છેલ્લી ઘડીએ પ્રવાસ રદ કર્યો

સપ્ટેમ્બર 2021માં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો પાકિસ્તાનનો પ્રવાસ પણ અચાનક રદ કરવામાં આવ્યો હતો. પ્રથમ વનડે શરૂ થવાના થોડી મિનિટો પહેલા જ ન્યુઝીલેન્ડની સુરક્ષા એજન્સીઓએ ખેલાડીઓને તરત જ મેદાન છોડી જવાની સૂચના આપી હતી. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા પ્રવાસ ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે એક મોટો પડકાર ઉભો કર્યો, કારણ કે આ પ્રવાસ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરી શરૂ કરવાનો મહત્વનો ભાગ હતો.


ઈંગ્લેન્ડે ઓક્ટોબર 2021માં પ્રવાસ કર્યો હતો રદ

ઇંગ્લેન્ડની પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમોએ ઓક્ટોબર 2021માં પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સુરક્ષા કારણો અને ખેલાડીઓના માનસિક થાકને ટાંકીને આ નિર્ણય લીધો છે. આ પ્રવાસમાં ઈંગ્લેન્ડની ટી-20 સિરીઝ યોજાવાની હતી, જે પાકિસ્તાન ક્રિકેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ઈંગ્લેન્ડના આ નિર્ણયે પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોને નિરાશ કર્યા, કારણ કે તે તેમના માટે ઐતિહાસિક પ્રવાસ સાબિત થઈ શકે છે.

  • Follow us on: