ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 4 મેચોની T20 સિરીઝની ત્રીજી મેચ બુધવારે 13 નવેમ્બરે સેન્ચુરિયનમાં રમાશે. અત્યાર સુધી રમાયેલી 2 મેચોમાં બંને ટીમોએ 1-1થી જીત મેળવી છે. જે ટીમ ત્રીજી મેચ જીતશે તે સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવી લેશે. બીજી મેચમાં ભારતીય ટીમના લગભગ તમામ બેટ્સમેનોનું પ્રદર્શન ફ્લોપ રહ્યું હતું. ખાસ કરીને ઓપનર અભિષેક શર્માનું ફોર્મ ચિંતાનો વિષય હતો. આવી સ્થિતિમાં હવે અભિષેક શર્માનું પત્તુ કપાઈ શકે છે.


ઓપનિંગ જોડીમાં થઈ શકે છે મોટો ફેરફાર

માનવામાં આવી રહ્યું છે કે અભિષેક શર્માને ઓપનિંગ જોડીમાંથી બહાર કરવામાં આવી શકે છે. અભિષેક ટી-20માં સતત ફ્લોપ થઈ રહ્યો છે. તે છેલ્લી 7 ઇનિંગ્સમાં ભારત માટે એક પણ મોટો સ્કોર નથી બનાવી શક્યો. અભિષેકે છેલ્લી 7 મેચમાં 10, 14, 16, 15, 4, 7,4 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અભિષેકની જગ્યાએ સંજુ સેમસનની સાથે ઓપનિંગ બેટ્સમેન તરીકે તિલક વર્માને તક આપી શકે છે. સંજુ પણ શાનદાર ફોર્મમાં છે. તેણે પ્રથમ T20 મેચમાં સદી ફટકારી હતી, જ્યારે બીજી મેચમાં તે પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો.

રમણદીપને મળી શકે છે ડેબ્યૂની તક

માનવામાં આવે છે કે માત્ર સૂર્યકુમાર યાદવ જ 3 નંબર પર બેટિંગ કરશે. જોકે, સૂર્યાનું અત્યાર સુધી આ સિરીઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન નથી. આ સિવાય રમનદીપ સિંહને ભારતીય ટીમ માટે લોઅર મિડલ ઓર્ડરમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આઈપીએલ સિવાય રમણે તાજેતરમાં ઇમર્જિંગ એશિયા કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમના સિવાય રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ પણ લોઅર મિડલ ઓર્ડરમાં જોવા મળશે.


બોલિંગ વિભાગમાં થશે ફેરફાર

સ્પિન બોલિંગ વિભાગમાં રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ ચાર્જ સંભાળશે, જ્યારે ઝડપી બોલર આવેશ ખાન મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આવેશ ખાન બે મેચમાં વધુ પ્રભાવ પાડી શક્યો નથી અને માત્ર 2 વિકેટ પોતાના નામે કરી શક્યો છે. તેમના સ્થાને વિશાક વિજયકુમારને તક મળી શકે છે. અર્શદીપ સિંહ બીજા ફાસ્ટ બોલર તરીકે પણ જોવા મળી શકે છે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરૂણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વ્યષ્ક

  • Follow us on: