હાલમાં, ભારત અને પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ને લઈને આમને-સામને છે. તમામ પ્રકારના નિવેદનો સાંભળવા મળી રહ્યા છે. પરંતુ, શું તમે જાણો છો કે સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરને ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ ટૂર્નામેન્ટ સાથે ખાસ કનેક્શન છે.


સારા તેંડુલકરનું સહારા કપ સાથે ખાસ કનેક્શન

ભારત અને પાકિસ્તાન વચ્ચે સહારા કપ ટૂર્નનામેન્ટ સાથે સારા તેંડુલકરનું ખાસ કનેક્શન છે. ભારતે 1997માં સચિન તેંડુલકરની કેપ્ટન્સીમાં સહારા કપ જીત્યો હતો. આ 5 મેચની ODI સિરીઝ હતી, જેમાં સચિનના નેતૃત્વમાં ભારતે પાકિસ્તાનને 4-1થી હરાવ્યું હતું.

સચિને આ કારણે પુત્રીનું નામ સારા રાખ્યું

કેપ્ટન સચિનની આગેવાનીમાં ભારતે સપ્ટેમ્બર 1997માં પાકિસ્તાનને હરાવીને સહારા કપ જીત્યો. તે શાનદાર જીત બાદ સારાનો જન્મ ઓક્ટોબર 1997માં થયો હતો. હવે જ્યારે તેને જન્મ પછી નામ આપવાની વાત આવી ત્યારે સચિન તેંડુલકરે તેનું નામ સહારા કપ ટુર્નામેન્ટથી પ્રેરિત થઈને રાખ્યું જે તેણે તેની કેપ્ટનશીપ હેઠળ જીતી હતી. આ કારણે તે ટૂર્નામેન્ટ સાથે સારા તેંડુલકરનું કનેક્શન કહેવાય છે.

હવે બંધ છે ભારત અને પાકિસ્તાનની આ ટુર્નામેન્ટ

હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની કોઈપણ દ્વિપક્ષીય સિરીઝ પણ બંધ છે. ભારતીય ટીમને પાકિસ્તાનનો પ્રવાસ કર્યાને ઘણો સમય થઈ ગયો છે. અત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને હોબાળો ચાલી રહ્યો છે કારણ કે ભારતે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી દીધો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું યજમાન દેશ પાકિસ્તાન છે.

  • Follow us on: