• આજે ભારત અને શ્રીલંકા વચ્ચે વાનખેડેમાં મેચ
  • આજની મેચમાં ત્રણ બેટ્સમેનો સદી ચૂક્યા
  • વર્લ્ડકપ 2023માં 5 બેટ્સમેન 8 વખત સદી ચૂક્યા

ODI વર્લ્ડકપ 2023માં શ્રીલંકા સામે રમાઈ રહેલી મેચમાં ભારતીય ઓપનર શુભમન ગિલ નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો હતો અને 92 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય વિરાટ કોહલીએ 88 રન અને શ્રેયસ અય્યરે 82 રન બનાવ્યા હતા. એટલે કે ત્રણ ભારતીય બેટ્સમેન શ્રીલંકા સામે સદી ચૂકી ગયા હતા. કોહલી ટૂર્નામેન્ટમાં પહેલીવાર નહીં પરંતુ ત્રીજી વખત સદી ચૂક્યો છે. આ સિવાય કેપ્ટન રોહિત શર્મા પણ ટૂર્નામેન્ટમાં સદી ચૂકી ગયો છે.

પાંચ બેટ્સમેન 8 વખત સદી ચૂક્યા

વર્લ્ડકપ 2023માં કુલ પાંચ બેટ્સમેન 8 વખત સદી ચૂકી ગયા છે. આ પહેલા ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં વિરાટ કોહલી નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો હતો અને 95 રન બનાવીને આઉટ થયો હતો. ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ મેચમાં કોહલી 85 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. આ રીતે કિંગ કોહલી વર્લ્ડકપ 2023માં કુલ 3 સદી ચૂકી ગયો છે.

કોહલી 3 સદી ચૂક્યો

ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કેએલ રાહુલ 97* રન બનાવીને અણનમ રહ્યો અને ટીમે મેચ જીતી લીધી. મેચમાં રાહુલે સદીને કારણે ભૂલથી ફોરને બદલે સિક્સર ફટકારી

દીધી હતી, જેના કારણે તેની સદી પૂરી થઈ શકી નહોતી. આ સિવાય ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ સદીની નજીક આવ્યા બાદ બે વખત આઉટ થયો છે. પાકિસ્તાન સામેની મેચમાં રોહિત શર્મા 86 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ફરી એકવાર રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે 80 રનનો આંકડો પાર કરીને આઉટ થયો હતો. ભારતીય કેપ્ટને ઇંગ્લિશ ટીમ સામે 87 રનની ઇનિંગ રમી હતી.

ભારતીય ટીમે સતત 6 મેચ જીતી

ભારતીય ટીમ ટૂર્નામેન્ટની સાતમી મેચ શ્રીલંકા સામે રમી રહી છે. આ પહેલા રોહિત બ્રિગેડે તમામ 6 મેચ જીતી છે. ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને, બીજી મેચમાં અફઘાનિસ્તાનને, ત્રીજીમાં પાકિસ્તાનને, ચોથીમાં બાંગ્લાદેશને, પાંચમીમાં ન્યુઝીલેન્ડને અને છઠ્ઠી મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.


  • Follow us on: