- આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ
- મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મેચ
- શ્રીલંકા વિરૂદ્ધ વિરાટ કોહલીનો શાનદાર રેકોર્ડ
ICC ODI વર્લ્ડકપ 2023ની 33મી મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહી છે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પણ રમતા જોવા મળશે, જે શાનદાર ફોર્મમાં છે અને શ્રીલંકા સામે તેનો રેકોર્ડ પણ ઘણો સારો છે.
વિરાટનું વર્લ્ડકપમાં પ્રદર્શન
વર્લ્ડકપ 2023માં વિરાટ કોહલીએ શાનદાર ફોર્મમાં છે. ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે. અત્યાર સુધી રમાયેલી છ મેચોમાં વિરાટ કોહલીએ 88.50ની એવરેજથી 354 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને ત્રણ ફિફ્ટી ફટકારી છે. આ સાથે જ તે બે વખત અણનમ રહ્યો છે. તેણે બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારી હતી પરંતુ ધર્મશાળામાં ન્યૂઝીલેન્ડ સામે મોટો શોટ ફટકારીને સદી પૂરી કરવાનો પ્રયાસ ચૂકી ગયો હતો. કોહલીનું બેટ ઈંગ્લેન્ડ સામે શાંત હતું અને તે ODI વર્લ્ડકપમાં પ્રથમ વખત 0 રને આઉટ થયો હતો. આવી સ્થિતિમાં તેનો પ્રયાસ શ્રીલંકા સામે જોરદાર વાપસી કરવાનો રહેશે અને તેને આ ટીમ સામે રન બનાવવાનું પણ પસંદ છે.
શ્રીલંકા વિરૂદ્ધ વિરાટનું પ્રદર્શન
વિરાટ કોહલીએ શ્રીલંકાની ટીમ સામે 2008થી અત્યાર સુધી 52 મેચ રમી છે અને 50 ઇનિંગ્સમાં 2506 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની બેટિંગ એવરેજ 62.65થી 10 સદી અને 11 ફિફ્ટી પણ ફટકારી છે. શ્રીલંકા સામે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી બીજા ક્રમે છે.
શ્રીલંકા વિરૂદ્ધ ODI વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનું પ્રદર્શન
50 ઓવરના વર્લ્ડકપમાં 34 વર્ષીય બેટ્સમેને શ્રીલંકા સામે માત્ર બે મેચ રમી છે જેમાં તેણે 69 રન બનાવ્યા છે. આમાંની એક મેચ 2011 વર્લ્ડ કપની ફાઈનલ છે, જેમાં વિરાટ કોહલીએ 49 બોલમાં 35 રન બનાવ્યા હતા અને શરૂઆતના આંચકાઓ બાદ ગૌતમ ગંભીર (97) સાથે 83 રનની ભાગીદારી કરીને ઇનિંગને સંભાળી હતી. જ્યારે બીજી મેચ 2019 વર્લ્ડ કપમાં રમાઈ હતી જેમાં તેણે 41 બોલમાં 34 અણનમ રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતે શ્રીલંકાના 265 રનના લક્ષ્યાંકને 43.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.