ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝની છેલ્લી મેચ તિરુવનંતપુરમના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા માટે T20 વર્લ્ડકપ 2026 પહેલા પોતાની તૈયારીઓ ચકાસવાની આ છેલ્લી તક છે.


આ મેચમાં ટોસ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જેમાં ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ ઈનિંગના ત્રીજા બોલ પર એવી સિક્સ ફટકારી કે જેનાથી બોલર જ નહીં પરંતુ એમ્પાયરોને પણ બોલ બદલવાનો નિર્ણય લેવો પડ્યો. આ મેચમાં અભિષેક શર્માને 30 રનની ઈનિંગ રમ્યા બાદ લોકી ફર્ગ્યુસન દ્વારા બોલ્ડ કરવામાં આવ્યો.

અભિષેકની સિક્સથી બોલની સ્થિતિ બદલાઈ ગઈ

અભિષેક શર્મા ન્યુઝીલેન્ડ સામેની આ T20 સિરીઝમાં બેટથી શાનદાર ફોર્મમાં હતો, જેમાં તેને 2 અડધી સદી પણ ફટકારી. પાંચમી મેચમાં જ્યારે ભારતીય ટીમની ઈનિંગ શરૂ થઈ, ત્યારે અભિષેક શર્મા પહેલા 2 બોલ પર કોઈ રન બનાવવામાં નિષ્ફળ ગયો.


આ પછી તેને જેકબ ડફી દ્વારા ફેંકાયેલા ત્રીજા બોલ પર એકસ્ટ્રા કવર પર હવામાં શોટ માર્યો, જે બોલ સીધો સ્ટેન્ડમાં ગયો. જ્યારે બોલ પાછો લાવવામાં આવ્યો, ત્યારે તેનો આકાર બદલાઈ ગયો હતો, જેના કારણે મેદાન પરના એમ્પાયરોએ ઈનિંગના ત્રીજા બોલ પછી તેને બદલવો પડ્યો અને બીજો બોલ બોલાવવો પડ્યો. આ મેચમાં અભિષેક શર્માની 30 રનની ઈનિંગ જોવા મળી, જેમાં તે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો.

આ સિરીઝમાં કુલ 15 છગ્ગા ફટકાર્યા

T20 વર્લ્ડકપ 2026 પહેલા બધાની નજર ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માના ફોર્મ પર હતી. અભિષેકે ત્રીજી T20Iમાં 14 બોલમાં અડધી સદી ફટકારી. તેને આ સિરીઝમાં 5 ઈનિંગમાં 45.50ની એવરેજથી 182 રન બનાવ્યા, જેમાં 15 છગ્ગા ફટકાર્યા. તેનો સ્ટ્રાઈક રેટ 249.32 હતો.

આ પણ વાંચો: IND Vs NZ: ન્યુઝીલેન્ડે સતત ત્રણ હાર બાદ ટીમમાં ફેરફાર કર્યો, સ્ટાર ખેલાડીને મળી તક


  • Follow us on: