ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા સામે કારમી હાર બાદ ન્યુઝીલેન્ડ ટીમ માટે પહેલી ત્રણ મેચ ન ભૂલી શકાય તેવી રહી છે. ભારતે સિરીઝ જીતી હોવા છતાં કિવી ટીમ છેલ્લી 2 મેચમાં મજબૂત વાપસી કરવાનો પ્લાન બનાવી રહ્યું છે.
આ કારમી હારને ધ્યાનમાં રાખીને ન્યુઝીલેન્ડે તેની ટીમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે, જેમાં બે અગ્રણી ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.
ન્યુઝીલેન્ડે ટીમમાં કર્યા મોટા ફેરફારો
ન્યુઝીલેન્ડે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર જાહેરાત કરી છે કે તેમને આગામી 2 મેચ માટે પોતાની ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે. ક્રિશ્ચિયન ક્લાર્ક અને ટિમ રોબિન્સનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેના સ્થાને ટિમ સાઈફર્ટ, લોકી ફર્ગ્યુસન અને જીમી નીશમને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓ આગામી 2 મેચ માટે ટીમ સાથે રહેશે. ફિન એલન પણ ત્રિવેન્દ્રમમાં રમાનારી પાંચમી T20I માટે ટીમમાં જોડાશે.
https://twitter.com/BLACKCAPS/status/2015816067570958791
ટીમ ઈન્ડિયાએ જીતી સિરીઝ
વર્ષોની રાહ જોયા પછી ન્યુઝીલેન્ડે ભારતમાં ટીમ ઈન્ડિયાને ODI સિરીઝમાં હરાવવાની સિદ્ધિ હાંસલ કરી. પરંતુ T20 સિરીઝમાં તેમનું પ્રદર્શન ખરાબ રહ્યું. પહેલી T20 ઈન્ટરનેશનલ મેચ 21 જાન્યુઆરી, 2026ના રોજ નાગપુરમાં રમાઈ હતી. ભારતે 238 રન બનાવ્યા હતા, જ્યારે ન્યુઝીલેન્ડ જવાબમાં ફક્ત 190 રન જ બનાવી શક્યું હતું. ભારતે 48 રનથી જીત મેળવી હતી.
બીજી T20 મેચ 23 જાન્યુઆરીના રોજ રાયપુરમાં રમાઈ હતી, જ્યાં ભારતે 209 રનના ટાર્ગેટનો પીછો 3 વિકેટે સરળતાથી કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાએ ગુવાહાટીમાં પણ આરામથી જીત મેળવી હતી, જેમાં 154 રનના ટાર્ગેટનો પીછો માત્ર 10 ઓવરમાં જ કરી દીધો હતો. આ સાથે તેમને 5 મેચની ODI સિરીઝમાં 3-0ની લીડ મેળવી લીધી હતી. ન્યુઝીલેન્ડનું ટાર્ગેટ હવે આગામી બે મેચ જીતવાનું રહેશે.
આ પણ વાંચો: RCBની સતત 2 હાર બાદ વધી મુશ્કેલી? કેપ્ટન સ્મૃતિ મંધાનાએ જણાવ્યું કે ક્યાં થઈ ભૂલ?