ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા અલગ રહી રહ્યા છે. હવે તેમને અંતિમ નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમને છૂટાછેડા માટે ઓફિશિયલ રીતે અરજી કરી છે. ઔપચારિકતાઓ ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે. પરંતુ નીલ ભટ્ટ કે ઐશ્વર્યા શર્મા બંનેમાંથી કોઈએ આ બાબતે કોઈ કોમેન્ટ કે પુષ્ટિ કરી નથી.
પહેલી વાર ક્યારે મળ્યું હતું કપલ?
નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા "ગુમ હૈ કિસીકે પ્યાર મેં" શોમાં કામ કરતી વખતે મળ્યા હતા અને તરત જ પ્રેમમાં પડી ગયા. તેમને શોમાં વિરાટ ચૌહાણ અને પાખીની ભૂમિકા ભજવી હતી.
ઘણા સમયથી સાથે જોવા મળ્યા નથી નીલ અને ઐશ્વર્યા શર્મા
આ વર્ષે હોળી પછી તેઓએ સાથે ફોટા શેર કર્યા નથી. ઐશ્વર્યા વારંવાર વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. નીલની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ 16 સપ્ટેમ્બર, 2025 ના રોજ હતી. ગણેશ ચતુર્થી અને દિવાળી દરમિયાન બંને સાથે જોવા મળ્યા ન હતા.
આ વર્ષના જૂનમાં ઐશ્વર્યા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક નિવેદન બહાર પાડીને દરેકને ખોટા સમાચાર ફેલાવવા માટે તેમના નામનો ઉપયોગ ન કરવાની વિનંતી કરી હતી. તેણે કહ્યું કે "હું લાંબા સમયથી ચૂપ છું. એટલા માટે નહીં કે હું કમઝોર એટલે કે નબળી છું, પરંતુ એટલા માટે કે હું શાંતિ જાળવવા માગુ છું. તે ખૂબ જ દુઃખદ છે કે તમારામાંથી કેટલાક એવી વાતો લખતા રહે છે જે મેં ક્યારેય કહી નથી."
લગ્નના 4 વર્ષ બાદ અલગ થશે નીલ અને ઐશ્વર્યા?
એક ઈન્ટરવ્યુમાં નીલે ખુલાસો કર્યો કે તેને વર્ષ 2020માં ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું. તેમની સગાઈ જાન્યુઆરી 2021માં થઈ હતી. ત્યારબાદ બંનેએ નવેમ્બર 2021 માં લગ્ન કર્યા. હવે લગ્નના 4 વર્ષ પછી, તેઓ અલગ થઈ રહ્યા છે.