ટીમ ઈન્ડિયાની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ મહિલા વર્લ્ડકપ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટની ફાઈનલ 2 નવેમ્બર, 2025ના રોજ યોજાવાની છે. નવેમ્બરમાં સ્મૃતિ મંધાના તેની પર્સનલ લાઈફમાં એક મોટું પગલું ભરવાની તૈયારીમાં છે.
મીડિયા રિપોર્ટ મુજબ તે નવેમ્બર 2025માં લગ્ન કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ તે વર્ષોથી સંગીતકાર અને દિગ્દર્શક પલાશ મુછલ સાથે સંબંધમાં છે અને હવે બંને લગ્ન કરી શકે છે.
સ્મૃતિ મંધાના મહિલા વર્લ્ડકપ પછી કરશે લગ્ન?
મીડિયા રિપોર્ટ મુજબ સ્મૃતિ મંધાના અને પલાશ મુછલ 20 નવેમ્બર, 2025 ના રોજ લગ્ન કરવાના છે. સૂત્રોએ જણાવ્યું છે કે લગ્નનું સેલિબ્રેશન 20 નવેમ્બરથી શરૂ થશે અને સ્મૃતિ મંધાના વતન મહારાષ્ટ્રના સાંગલીમાં યોજાશે. મીડિયા રિપોર્ટ મુજબ સ્મૃતિ અને પલાશ 2019થી ડેટિંગ કરી રહ્યા છે. પરંતુ તેમણે ગયા વર્ષે જ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. હવે તેમના લગ્ન નજીક આવી રહ્યા હોય તેવું લાગે છે. પલાશ અને સ્મૃતિ ટૂંક સમયમાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરી શકે છે.
કોણ છે પલાશ મુછલ?
પલાશ મુછલ 30 વર્ષનો સંગીતકાર અને ફિલ્મ નિર્માતા છે. તેની બહેન પલક મુછલ એક બોલીવુડ સિંગર છે અને અસંખ્ય ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે. પલાશે 40 થી વધુ મ્યુઝિક વીડિયોમાં યોગદાન આપ્યું છે. તેણે ટી-સિરીઝ, ઝી મ્યુઝિક કંપની અને પાલ મ્યુઝિક માટે કામ કર્યું છે.
તેણે રિક્ષા નામની વેબ સિરીઝ અને રાજપાલ યાદવ અને રૂબીના દિલૈક અભિનીત એક સેમી-ફિલ્મનું પણ દિગ્દર્શન કર્યું છે. આ દરમિયાન સ્મૃતિ મંધાના મહિલા પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી મોંઘી ખેલાડી છે. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ મહિલા ટીમે ઓક્શનમાં 3.40 કરોડ રૂપિયામાં ખરીદી હતી.