ODI પછી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 ઈન્ટરનેશનલ સિરીઝ હવે શરૂ થઈ ગઈ છે. સિરીઝની પહેલી મેચ હાલમાં કેનબેરામાં રમાઈ રહી છે. સિરીઝમાં કુલ 5 મેચ રમાશે, પરંતુ પહેલી મેચ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
એવું જાણવા મળ્યું છે કે ટીમનો સ્ટાર ખેલાડી પ્રથમ 3 મેચમાંથી બહાર થઈ ગયો છે. તેને બાકીની 2 મેચમાં રમવાની તક મળી શકે છે.
નીતિશ કુમાર રેડ્ડી પહેલી 3 મેચમાંથી બહાર
સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પોતાની પહેલી T20 ઈન્ટરનેશનલ મેચ રમી રહી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે એટલે કે ભારતે હવે પહેલા બેટિંગ કરવી પડશે.
ટોસ પછી જ્યારે કેપ્ટન સૂર્યાને ભારતની પ્લેઈંગ ઈલેવન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને ઘણા ખેલાડીઓના નામ આપ્યા, પરંતુ નીતિશ કુમાર રેડ્ડી તેમાં સામેલ ન હતા. પરંતુ વધુ અટકળો અને અનુમાન ઉભા થાય તે પહેલાં BCCIએ સ્પષ્ટતા કરી છે કે નીતિશ કુમાર રેડ્ડી પ્રથમ 3 મેચમાં રમી શકશે નહીં.
BCCIએ માહિતી આપી
BCCIએ જાહેરાત કરી છે કે નીતિશ કુમાર રેડ્ડી પહેલી 3 T20 મેચોમાંથી બહાર થઈ ગયો છે. એડિલેડમાં બીજી વનડે દરમિયાન લેફ્ટ ક્વાડ્રિસેપ્સમાં થયેલી ઈજામાંથી સ્વસ્થ થઈ રહેલા નીતિશ કુમાર રેડ્ડીએ ગરદનમાં ખેંચાણની ફરિયાદ કરી છે, જેના કારણે તેમની રિકવરી અને ગતિશીલતા પર અસર પડી છે. BCCIએ જણાવ્યું હતું કે તબીબી ટીમ તેમની પ્રગતિ પર નજર રાખી રહી છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
મિચેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), ટિમ ડેવિડ, મિચેલ ઓવેન, માર્કસ સ્ટોઈનિસ, જોશ ફિલિપ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, મેથ્યુ કુહનેમેન, જોશ હેઝલવુડ.