સચિન તેંડુલકરના ઘરે લગ્નની શરણાઈઓ વાગશે. સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર અને સાનિયા ચાંડોકના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હોવાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ મુજબ અર્જુન આ વર્ષના માર્ચમાં સાનિયા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.
અર્જુન અને સાનિયાની ઓગસ્ટ 2025માં સગાઈ થઈ હતી, જેમાં ફક્ત તેમના નજીકના પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. હવે બંને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
અર્જુન તેંડુલકર LSGમાં જોડાયો
અર્જુનને તાજેતરમાં જ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સથી લખનૌ સુપર જાયન્ટ્સમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટ પહેલા અર્જુન તેંડુલકર તેના અંગત જીવનમાં એક મોટું પગલું ભરવા માટે તૈયાર છે. સાનિયા એક સફળ એન્ટરપ્રેન્યોર છે અને એક જાણીતા પરિવારમાંથી આવે છે. તે મુંબઈના પ્રખ્યાત બિઝનેસમેન રવિ ઘાઈની પૌત્રી છે. મીડિયા રિપોર્ટ મુજબ તે ઘણા સમયથી સચિન તેંડુલકર પરિવારની નજીક છે.
સચિને પોતે આ વાતની પુષ્ટિ કરી
રેડિટ આસ્ક મી એનિથિંગ સેશન દરમિયાન સચિન તેંડુલકરે પોતે તેની પુષ્ટિ કરી ત્યારે આ સમાચાર જાહેર થયા. જ્યારે એક ફેને પૂછ્યું કે શું અર્જુન ખરેખર સગાઈ કરી ચૂક્યો છે, ત્યારે 'માસ્ટર બ્લાસ્ટર' એ જવાબ આપ્યો, "હા, તે સગાઈ કરી ચૂક્યો છે અને અમે બધા તેના જીવનના આ નવા તબક્કા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ."
લગ્નની વિધિઓ 3 માર્ચથી શરૂ થવાની ધારણા છે, અને લગ્ન સેરેમની 5 માર્ચ, 2026ના રોજ થવાની ધારણા છે. આ સેરેમની ખૂબ જ પ્રાઈવેટ રહેશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સેલિબ્રેશન મુંબઈમાં થશે અને આ એક પ્રાઈવેટ લગ્ન સેરેમની હશે જેમાં ફક્ત પરિવાર, નજીકના મિત્રો અને ક્રિકેટ જગતના કેટલાક પસંદગીના લોકો જ હાજરી આપશે.
આ પણ વાંચો: Vaibhav Suryavanshiએ સાઉથ આફ્રિકા સામે 63 બોલમાં ફટકારી સદી